અમેરિકામાં યોજાઈ બાળકો માટેની વુલ રેસ

14 August, 2019 09:52 AM IST  |  અમેરિકા

અમેરિકામાં યોજાઈ બાળકો માટેની વુલ રેસ

વુલ રેસ

જેમ સ્પેનમાં સાહસવીરો દ્વારા બુલ ફાઇટ અને બુલ રેસ યોજાય છે એમ અમેરિકામાં બાળકો માટે વુલ રેસ થાય છે. અલબત્ત એમાં વુલ એટલે કે ઊનવાળાં ઘેટાં પર બેસીને રેસ કરવાની હોય છે. ચારથી સાત વર્ષનાં બાળકો એમાં ભાગ લઈ શકે છે અને ભરાવદાર ઊન ધરાવતા ટ્રેઇન્ડ ઘેટાં પર તેમને બેસાડવામાં આવે છે.

બાળકોને માથા પર હેલ્મેટ અને સેફ્ટી માટે શરીર પર પણ જૅકેટ પહેરાવવામાં આવે છે. રેસમાં બધા જ બાળકોને એકસાથે ઘેટાં દોડાવવાનાં નથી હોતાં, પણ વારાફરતી વારો તેઓ રેસ લગાવે છે. જે રેસર સૌથી લાંબો સમય અને લાંબું અંતર કપાય ત્યાં સુધી ઘેટાં પર પોતાની સીટ બરકરાર રાખી શકે છે એ વિજેતા થાય છે.

આ પણ વાંચો : આ બૉક્સર પૂરમાં 2.5 કિમી તરીને સ્પર્ધામાં ભાગ લેવા પહોંચ્યો અને સિલ્વર મૅડલ જીત્યો

અમેરિકામાં અનેક જગ્યાઓએ આવી રેસ થાય છે અને એમાં જે ચૅમ્પિયન બને છે તેને ઑક્ટોબર મહિનામાં કૅલિફૉર્નિયામાં યોજાતી વર્લ્ડ-ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા મળે છે.

offbeat news hatke news