17 અને 70 વચ્ચે કન્ફ્યુઝન થતાં પૉર્શે કારનું ઑક્શન અટકી પડ્યું

20 August, 2019 09:35 AM IST  |  કૅલિફૉર્નિયા

17 અને 70 વચ્ચે કન્ફ્યુઝન થતાં પૉર્શે કારનું ઑક્શન અટકી પડ્યું

પૉર્શે કાર

૧૯૩૯માં બનેલી એક અદ્ભુત રેસ કાર વીસ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૧.૪૩ અબજ રૂપિયામાં વેચાવાની હતી, પરંતુ આયોજકોની ભૂલને કારણે ઑક્શન અટકી પડ્યું હતું. શનિવારે કૅલિફૉર્નિયામાં પૉર્શેની ટાઇપ ૬૪ કાર વેચાવાની હતી. નિષ્ણાતોએ એની અંદાજિત કિંમત ૨૦ મિલ્યન ડૉલર આંકી હતી. સોથબી ઑક્શન હાઉસ દ્વારા થઈ રહેલી રેસ કારની બોલીમાં સૌપ્રથમ ૧૩ મિલ્યન ડૉલરથી શરૂઆત થઈ. સાંભળવામાં કન્ફ્યુઝન થતાં પાછળની સ્ક્રીન પર થર્ટીન ૧૩ ને બદલે થર્ટી ૩૦ મિલ્યન ડૉલર લખવામાં આવ્યું. એને કારણે ત્યાં હાજર કેટલાક દર્શકોને આશ્ચર્ય થયું. જોકે એ પછી તો દરેક સ્ટેપમાં આ જ ભૂલ થઈ. થર્ટીન પછી ફૉર્ટીન, ફિફ્ટીન બોલાયું ત્યારે પણ પાછળ ૪૦ અને ૫૦ જ લખેલું આવ્યું.

આ પણ વાંચો : ઘેટાંના બદલામાં પત્નીને વેચી દીધી, ને ઘેટાં નીકળ્યા ચોરીના

સેવન્ટીન મિલ્યન પર જ્યારે ૭૦ મિલ્યન લખાયેલું આવ્યું ત્યારે ઑક્શન કરનારા આયોજકોના ધ્યાનમાં આ વાત આવી. તેમણે ભૂલ સુધારીને ૭૦ને બદલે ૧૭નો આંકડો કર્યો ખરો, પણ એ પછી બોલી આગળ વધી જ નહીં. એ જ કારણોસર આયોજકોએ ઑક્શન ત્યાં જ અટકાવીને કાર વેચી જ નહીં.

california offbeat news hatke news