300 વર્ષ જૂની ફૂલદાની 4.4 કરોડ રૂપિયામાં વેચાઈ

12 November, 2019 10:43 AM IST  |  Britain

300 વર્ષ જૂની ફૂલદાની 4.4 કરોડ રૂપિયામાં વેચાઈ

300 વર્ષ જૂની ફૂલદાની

બ્રિટનમાં હર્ટફૉર્ડશાયરની એક ચૅરિટી શૉપમાંથી એક ભાઈએ ચીની ફૂલદાની એક પાઉન્ડ એટલે કે લગભગ ૯૦ રૂપિયામાં ખરીદી હતી. એ વખતે ખરીદનારને ફુલદાની કેટલી અમૂલ્ય છે એનો અંદાજો નહોતો. થોડાક દિવસ પછી તેણે આ ફૂલદાની eBay પર વેચવા કાઢી. એની તસવીરો જોઈને તેને ઘણી ઑફરો મળવા લાગી. લોકોએ આ ખરીદવામાં જે ઉત્સાહ દેખાડ્યો એ જોતાં તેમણે હરાજી કરવા કાઢી. સ્ક્વૉર્ડસ ફાઇન આર્ટ ઑક્શન હાઉસમાંથી આ ફૂલદાની ટૅક્સ સહિત કુલ ૪.૪ કરોડ રૂપિયામાં વેચાઈ હતી.

આ પણ વાંચો: એક્ઝામના સ્ટ્રેસથી બચવા યુનિવર્સિટીએ મેડિટેશન માટેની કબર બનાવી

પીળા રંગની આ ફૂલદાની ૧૮મી સદીમાં થઈ ગયેલા ચીની સમ્રાટ કિયાનલોન્ગના જમાનાની એટલે કે લગભગ ૧૭૩૫થી ૧૭૯૫ના સમયની હતી.

offbeat news hatke news