50,000 રૂપિયા ઉંદરોએ કાતરી ખાધા, બૅન્કે નોટ બદલી આપવાનો કર્યો ઇનકાર

24 October, 2019 10:17 AM IST  |  તામિલનાડુ

50,000 રૂપિયા ઉંદરોએ કાતરી ખાધા, બૅન્કે નોટ બદલી આપવાનો કર્યો ઇનકાર

જુઓ 50000 રૂપિયા ઉંદરોએ કાતરી ખાધા

તામિલનાડુના કોઇમ્બતુર વિસ્તારના વેલિંગાડુ ગામના એક ખેડૂતની પરસેવાની કમાણી ઉંદરો કાતરી ગયા હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી.

આ ખેડૂતે કેળાં વેચીને લગભગ ૫૦,૦૦૦ રૂપિયાની કમાણી કરી હતી. તેણે આ રકમ એક સુતરાઉ થેલીમાં ભરીને પોતાના કાચા ઘર (ઝૂંપડી)માં રાખ્યા હતા, પણ એ થેલીમાં રહેલી ચલણી નોટો ઉંદરો કાતરી ગયા હતા. ખેડૂતે બૅન્કમાં જઈને મદદ માગતાં બૅન્કે નોટ બદલી આપવાનો સાફ નનૈયો ભણ્યો હતો. આમ ખેડૂતની કમાણી લગભગ નષ્ટ થઈ ગઈ છે. ૫૬ વર્ષના રાનાગરાજ આ ઘટનાથી લગભગ પાગલ જેવા થઈ ગયા છે.

આ પણ વાંચો : 12 વર્ષથી આ બહેનને હેડકી બંધ થતી જ નથી

સુતરાઉ થેલીમાં ભરેલી ૨૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો ઉંદરોએ મોજથી કાતરી નાખી હતી. હજી તો ગયા સપ્તાહે જ તેણે પોતાના ખેતરમાં ઉગાડેલાં કેળાં વેચીને આ કમાણી કરી હતી. હવે રાનાગરાજ અન્ય કોઈ રીતે આ નોટો બદલી શકાય એવા પ્રયાસમાં વ્યસ્ત છે.

tamil nadu offbeat news hatke news