ખેડૂતે મોદીમંદિર બનાવ્યું અને દિવસમાં ચાર વાર આરતી કરે છે

27 December, 2019 10:22 AM IST  |  Tamil Nadu

ખેડૂતે મોદીમંદિર બનાવ્યું અને દિવસમાં ચાર વાર આરતી કરે છે

મોદીમંદિર

તામિલનાડુના ત્રિચીમાં ૫૦ વર્ષના ખેડૂત પી. શંકરે પોતાના ખેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એક મંદિર બનાવ્યું છે. એ મંદિરનું નામ છે નમો. અહીં દિવસમાં ચાર વાર આરતી પણ થાય છે. આ મંદિરમાં તામિલનાડુના મુખ્ય પ્રધાન પલાનીસ્વામી, સ્વર્ગીય જયલલિતા અને રામચંદ્રનની પણ તસવીરો મૂકેલી છે. આ મંદિર બનાવનાર ખેડૂતભાઈનું કહેવું છે કે મોદી ભગવાન જેવા છે કેમ કે તેઓ વિકાસ કરવા માટે આવ્યા છે. 

આમ તો ભાઈની ઇચ્છા હતી કે જો નરેન્દ્ર મોદી ખુદ આવીને આ મંદિરનું લોકાર્પણ કરે.

આ પણ વાંચો : વિન્ગ કમાન્ડર અભિનંદનના સન્માનમાં 5.10 ફુટની 321 કિલોની કેક બનાવી

પી. શંકર છેક ૨૦૧૪ની સાલથી મોદીનું મંદિર બનાવવાનું વિચારી રહ્યા હતા. એ માટે તેમણે પહેલાં મેટલની મૂર્તિ બનાવવાની કોશિશ પણ કરેલી, પરંતુ એનો ખર્ચ એક લાખ રૂપિયા જેટલો થતો હતો અને ગ્રેનાઇટની મૂર્તિ ૮૦,૦૦૦ રૂપિયામાં પડી રહી હતી. તેમની પાસે આટલું બજેટ નહોતું એટલે તેમણે પત્થર અને સિમેન્ટથી બે ફુટ ઊંચી ‌મૂર્તિ તૈયાર કરી છે. એમાં માત્ર ૧૦,૦૦૦ રૂપિયામાં મૂર્તિ બની ગઈ. બાકીના પૈસા એની આસપાસનું બાંધકામ કર્યું હતું.

tamil nadu offbeat news hatke news