જેલમાં જતાં પહેલાં ભાઈએ નાકમાં ગાંજો ઘુસાડ્યો, 18 વર્ષ પછી યાદ આવ્યું

08 November, 2019 11:13 AM IST  |  Australia

જેલમાં જતાં પહેલાં ભાઈએ નાકમાં ગાંજો ઘુસાડ્યો, 18 વર્ષ પછી યાદ આવ્યું

સીટી સ્કૅન

ઑસ્ટ્રેલિયાના સિડનીમાં ૪૮ વર્ષનો એક દરદી સાઇનસની તકલીફોની સારવાર માટે વેસ્ટમિડ હૉસ્પિટલ ગયો. તેને ૧૮ વર્ષથી માથાનો દુખાવો અને શરદી સંબંધી બીજી વ્યાધિઓ હતી. ડૉક્ટરોએ સીટી સ્કૅન કરીને જાણ્યું કે તેના નાકમાં અવરોધ છે. સ્કૅનમાં કૅલ્શિયમ જેવું પડ દેખાતું હતું. અંદર તપાસ કરતાં રબર કૅપ્સ્યૂલ જેવું કંઈક ગોઠવાયું હોય એવું લાગ્યું. ડૉક્ટરોએ એ રબર કૅપ્સ્યૂલ કાઢી નાખી. ત્યાર પછી ડૉક્ટરોએ તેને સવાલ પૂછવા માંડ્યા. એ સવાલ-જવાબમાં જાણવા મળ્યું કે ૧૮ વર્ષ પહેલાં જેલમાં જતાં પહેલાં ગાંજાવાળું રબર બલૂન નાકના જમણા નસકોરામાં ઘુસાડ્યું હતું. ત્યાર પછી તેને એમ લાગ્યું કે એ ગાંજાની ગાંગડીવાળા બલૂનનું બધું મટીરિયલ તેના પેટમાં ઊતરી ગયું છે.

આ પણ વાંચો : જર્મનીમાં વર્ષે પ્લાસ્ટિકની બૉટલ્સનો વપરાશ ટાળીને બની ઇકોફ્રેન્ડલી રિસૉર્ટ

૧૮ વર્ષ પહેલાં જેલમાં જતાં પહેલાં એ રબર બલૂન તેને તેની ગર્લફ્રેન્ડે ભેટ આપ્યું હતું, પરંતુ નસકોરામાં એ પદાર્થ હોવાનું સાવ ભૂલી ગયા પછી તેને શરદી-સાઇનસની તકલીફો થવા માંડી હતી. હૉસ્પિટલમાં સારવાર માટે ડૉક્ટરો પાસે ગયા પછી રહસ્ય ખૂલ્યું હતું. 

sydney australia offbeat news hatke news