ટમેટાંફેંક ઉત્સવમાં નીકળ્યો હજારો કિલો ટમેટાંનો કચ્ચરઘાણ

29 August, 2019 10:46 AM IST  |  સ્પેન

ટમેટાંફેંક ઉત્સવમાં નીકળ્યો હજારો કિલો ટમેટાંનો કચ્ચરઘાણ

ટોમાટિના ફેસ્ટિવલ

સ્પેનમાં યોજાતા ટોમાટિના ફેસ્ટિવલની હવે તો અનેક જગ્યાએ નકલ થવા લાગી છે, પરંતુ ખરો ઉત્સવ વેલૅન્સિયાના નાનકડા બ્યુનોલ નામના ગામમાં જ થાય છે. લગભગ ૯૦૦૦ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં ટોમાટિના ફેસ્ટિવલ માટે વસ્તી કરતાં ત્રણ ગણા ટૂરિસ્ટો આવી પહોંચે છે અને ગામની શેરીઓ ટમેટાંથી લથબથ થઈ જાય છે.

૧૯૪૦ની સાલથી આ ફેસ્ટિવલ દર વર્ષે યોજાય છે. આમ તો અનાયાસે બે જણના ઝઘડામાંથી આ ટમેટાંફેંકની શરૂઆત થયેલી, પરંતુ એ ટમેટાંફેંક ઝઘડો એ હદે વધી ગયો કે એમાં બેમાંથી ક્યારે બસો જણા જોડાઈ ગયા એની ખબર પણ ન પડી. ત્યારથી દર ઑગસ્ટ મહિનાના છેલ્લા બુધવારે લોકો ગ્રાઉન્ડમાં ભેગા થાય છે, હજારો કિલો ટમેટાંની ટ્રકો ખડકવામાં આવે છે અને લોકો એ ટમેટાંની લાલ નદીઓમાં નખશિખ નાહીને મજા લે છે.

આ પણ વાંચો : પેરુમાં બલિ ચડાવાયેલા 227 બાળકોનાં અવશેષો મળ્યાં

ગઈ કાલે પણ આ ફેસ્ટિવલ ઊજવાયો જેમાં લગભગ વીસ હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો.

spain offbeat news hatke news