જંગી કદના ભૂખ્યા કરોળિયાએ પાળેલી ગોલ્ડ ફિશ પાણીમાંથી ખેંચી કાઢી

04 January, 2020 10:46 AM IST  |  South Africa

જંગી કદના ભૂખ્યા કરોળિયાએ પાળેલી ગોલ્ડ ફિશ પાણીમાંથી ખેંચી કાઢી

કરોળિયા અને ગોલ્ડ ફિશ

જ્યારે માછલી અને કરોળિયાના કદની સરખામણી થાય ત્યારે સ્વાભાવિકપણે માછલી જ મોટી અને શક્તિશાળી પુરવાર થાય, પરંતુ સાઉથ આફ્રિકામાં કંઈક અલગ કિસ્સો બની ગયો. જોહનિસબર્ગથી ૨૨૫ કિલોમીટર દૂરના બર્બર્ટન પ્રાંતમાં પશુઓ અને માછલીઓ પાળવાના શોખીન ૩૩ વર્ષના જેરેમી શાલ્કવિક તેમની ગર્લફ્રેન્ડને ઘરની પાસેના વિશાળ તળાવમાં ફરતી ક્લિયો નામની ગોલ્ડફિશ બતાવી રહ્યા હતા. એટલામાં ક્યાંકથી એક ભૂખ્યોડાંસ મસમોટો કરોળિયો કૂદી પડ્યો અને ક્લિયો ગોલ્ડફિશને ઉપાડી ગયો. જેરેમીએ આશ્ચર્ય સાથે કહ્યું કે ‘જંગલના જંગી કદના કરોળિયા માછલી પકડીને ખાતા હોવાનું હું જાણું છું, પરંતુ એ આંગળીઓના કદની નાની માછલીઓ હોય છે. મોટા કદની ગોલ્ડફિશને ખાઈ જતા હોવાનું ક્યારેય જાણ્યું નથી. મેં પાણીની ઉપર કરોળિયાનો ફોટોગ્રાફ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ કામ ઘણું મુશ્કેલ હતું.’

south africa offbeat news hatke news