પાળતુ વાંદરાએ મોબાઇલ પરથી ગ્રૉસરી ઑર્ડર કરી દીધી

15 November, 2019 10:41 AM IST  |  China

પાળતુ વાંદરાએ મોબાઇલ પરથી ગ્રૉસરી ઑર્ડર કરી દીધી

વાંદરાએ મોબાઇલ પરથી ગ્રૉસરી ઑર્ડર કરી

ચાંગઝોઉ પ્રાંતના યાનચૅન્ગ વાઇલ્ડ ઍનિમલ વર્લ્ડમાં કામ કરતી મૅન્ગ મૅન્ગ નામની યુવતીએ એક વાંદરો પાળ્યો હતો. એક દિવસ અચાનક તેના મોબાઇલ પર એક ઑર્ડર ફ્લૅશ થયો. તેને નવાઈ લાગી કે જે ઑર્ડર હજી તેણે આપવાનો બાકી છે એ ઑનલાઇન શૉપિંગનો ઑર્ડર અપાઈ કઈ રીતે ગયો? મૅન્ગ મૅન્ગે રુટિન ઘરની ચીજો અને ગ્રૉસરી માટેની ચીજો પસંદ કરી રાખેલી, પરંતુ હજી ઑર્ડર નહોતો આપ્યો, પણ તેની ગેરહાજરીમાં કોણે ઑર્ડર પ્લેસ કર્યો એ શોધવું જરૂરી હતી. તેને ચેન ન પડતાં સીસીટીવી ફુટેજ ફંફોસ્યું અને મામલો સમજાઈ ગયો. તે ઑર્ડર કરી રહી હતી અને એ દરમ્યાન પાળતુ વાંદરો ભૂખ્યો થયો હોવાથી તે કિચનમાં ખાવાનું બનાવવા જતી રહેલી.

આ પણ વાંચો : કાંચીપુરમના નાયબ કલેક્ટરે દીકરાનાં લગ્નની કંકોતરી હાથરૂમાલ પર છાપી

એ દરમ્યાન વાંદરાભાઈએ મોબાઇલ હાથમાં લીધો અને ચાર-પાંચ બટનો આમતેમ દબાવીને ઑર્ડર પ્લેસ કરી દીધેલો. એટલું સારું હતું કે મૅન્ગ જે ચીજો ખરીદવા માગતી હતી એ જ ચીજોનો ઑર્ડર ગયેલો.

china offbeat news hatke news