પેટમાં ભરીને કોકેનની કૅપ્સ્યૂલ્સ તસ્કરી

22 August, 2019 11:05 AM IST  |  થાઇલૅન્ડ

પેટમાં ભરીને કોકેનની કૅપ્સ્યૂલ્સ તસ્કરી

કૅપ્સ્યૂલ્સ

થાઇલૅન્ડના બૅન્ગકૉક ઍરપોર્ટ પર કેન્યાના એક માણસને ૬૦ કોકેનની કૅપ્સ્યૂલ્સના સ્મ‌ગલિંગના આરોપસર પકડવામાં આવ્યો હતો. ગ્લેન શિબાસેલો ઓકો નામના આ ભાઈને સોમવારે પકડવામાં આવ્યા હતા. તેના શરીરનો એક્સરે લેવામાં આવ્યો ત્યારે પેટમાં ચોતરફ કોકેનની કૅપ્સ્યૂલ્સ ફેલાયેલી જોવા મળી હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓએ એના પેટમાંથી કેટલીક કૅપ્સ્યૂલ્સ જપ્ત પણ કરી લીધી છે.

thailand offbeat news hatke news