આ મહિલાએ તેના ડૉગીને શોધી આપનારને 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે

22 December, 2019 09:24 AM IST  |  San Francisco

આ મહિલાએ તેના ડૉગીને શોધી આપનારને 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે

મહિલા અને તેનો ડૉગી

અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોમાં રહેતી એમિલી ટોર્મોનો ઑસ્ટ્રેલિયન શેફર્ડ પ્રજાતિનો ડૉગી આઠ દિવસ પહેલાં એક ગ્રોસરી સ્ટોરમાંથી ચોરાઈ ગયો હતો. આ મહિલાએ પોતાના ડૉગીને શોધવા માટે એક વેબસાઇટ પણ શરૂ કરી હતી અને એ માટે પ્લેન બુક કર્યું હતું. આ પ્લેન સૅન ફ્રાન્સિસ્કો અને ઑકલેન્ડની પ્રત્યેક ગલી ઉપરથી પસાર થઈ ડૉગીને શોધવાની કોશિશ કરી ચૂક્યું છે. આ પ્લેન સાથે એક ઝંડો બાંધવામાં આવ્યો હતો અને એના પર ડૉગીને શોધવા માટે એમિલીએ શરૂ કરેલી વેબસાઇટ વિશે માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: વિશ્વના સૌથી ટચૂકડા આ ખાનગી માલિકીના ટાપુનું નામ છે જસ્ટ રૂમ ઇનફ આઇલૅન્ડ

આઠ દિવસ વીતી ગયા પછી પણ ડૉગીની ભાળ મળી નથી એટલે તેણે ડૉગીને શોધી આપનારને લગભગ પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. જ્યાંથી ડૉગી ચોરાયો હતો એ ગ્રોસરી સ્ટોરના સીસીટીવી કૅમેરામાં હૂડી પહેરેલો એક માણસ જતો જોવા મળ્યો હતો. ડૉગીની ચોરી થયા બાદ એમિલી આસપાસના વિસ્તારોમાં ડૉગીને શોધવાની કોશિશ કરી રહી છે. પાંચ વર્ષના આ ડૉગીનું વજન ૧૩ કિલો છે અને એની આંખો નીલી છે.

san francisco offbeat news hatke news