બાસ્કેટબૉલ રોબોએ સતત 2000 ફ્રી થ્રો કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

04 July, 2019 10:48 AM IST  | 

બાસ્કેટબૉલ રોબોએ સતત 2000 ફ્રી થ્રો કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

બાસ્કેટબૉલ રોબો

ચોક્કસ અંતરે ઊભા રહીને બાસ્કેટબૉલની જાળીમાં બૉલ નાખવાની કળા જેટલી ઍક્યુરેટ માણસોમાં છે એવી હજી સુધી કોઈ રોબોમાં નથી આવી. કેમ કે ફ્રી થ્રોનો રેકૉર્ડ ટેડ માર્ટિન નામના બાસ્કેટબૉલ પ્લેયરના નામે છે જેમણે ૧૯૯૬ની સાલમાં સતત એકધારા ૫૨૨૧ ફ્રી થ્રો કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવેલો. હજી થોડા સમય પહેલાં સુધી બાસ્કેટબૉલ રોબોની ક્ષમતા પાંચ ફ્રી થ્રોથી વધુની નહોતી, પરંતુ ટોયોટાના એન્જિનિયર્સની ટીમે મળીને એક ખાસ રોબો તૈયાર કર્યો છે જે બાસ્કેટબૉલમાં ટેડ માર્ટિનનો રેકૉર્ડ તોડવા માટે મથી રહ્યો છે.

આ પણ વાંચો : 103 વર્ષનાં માજીએ 50 મીટરની દોડનો નવો રેકૉર્ડ બનાવ્યો

હજી સુધી રોબોને માણસનો એ રેકૉર્ડ તોડવામાં સફળતા નથી મળી, પરંતુ તાજેતરમાં પ્રૅક્ટિસ સેશન દરમ્યાન આ રોબો લગાતાર ૨૦૦૦ જેટલા ફ્રી થ્રો નાખતો થઈ ગયો છે. ક્યુ-થ્રી નામનો આ રોબો ૬ ફુટ ૧૦ ઇંચનો છે.

offbeat news hatke news