ક્રિસમસની પૂર્વસંધ્યાએ નામશેષ થવાના આરે રહેલા બ્લૅક રાઇનોનો જન્મ

27 December, 2019 10:47 AM IST  |  Michigan

ક્રિસમસની પૂર્વસંધ્યાએ નામશેષ થવાના આરે રહેલા બ્લૅક રાઇનોનો જન્મ

બ્લૅક રાઇનો

લુપ્ત થવાના આરે આવેલી પ્રજાતિના કાળા રાઇનોની માદા ૧૨ વર્ષની ડોપ્સીએ ક્રિસમસની પૂર્વસંધ્યાએ મિશિગન સ્થિત પોટર પાર્ક ઝૂમાં રાઇનોને જન્મ આપ્યો છે. ડોપ્સીએ માત્ર એક જ મિનિટમાં બચ્ચાને જન્મ આપ્યો હતો, જ્યારે એનું બચ્ચું ૯૦ મિનિટ પછી ઊભું થયું હતું. જોકે આ નર બચ્ચું આવતી વસંત પહેલાં જાહેર જનતાને જોવા નહીં મળે.

આ પણ વાંચો : ખેડૂતે મોદીમંદિર બનાવ્યું અને દિવસમાં ચાર વાર આરતી કરે છે

ઝૂના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેરકાયદે શિકાર અને પ્રાકૃતિક આવાસ ગુમાવવાને લીધે કાળા રાઇનોની પ્રજાતિ ‌નાશ થવાના આરે છે. ઝૂના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કાળા નર રાઇનોનો જન્મ થયો છે. આજની તારીખે વિશ્વમાં માત્ર ૫૦૦૦ કાળા રાઇનો જીવે છે. ડોપ્સીની આ પ્રથમ ડિલિવરી હોવાથી ઝૂના સંચાલકો અને પશુચિકિત્સકો આગામી થોડાં અઠવાડિયાં મા-દીકરા બન્નેનું અંગત રીતે વિશેષ ધ્યાન રાખશે.

michigan offbeat news hatke news