આ શિક્ષકે બુક કરાવ્યું 3.70 લાખ રૂપિયાના ખર્ચે હેલિકૉપ્ટર

01 September, 2019 10:20 AM IST  |  રાજસ્થાન

આ શિક્ષકે બુક કરાવ્યું 3.70 લાખ રૂપિયાના ખર્ચે હેલિકૉપ્ટર

શિક્ષક રમેશ ચંદ્ર મીણા

રાજસ્થાનના અલવર જિલ્લાના લક્ષ્મણગઢ તાલુકાના મલાવલી ગામમાં રહેતા શિક્ષક રમેશ ચંદ્ર મીણા આજે રિટાયર થવાના છે. તેમણે પોતાની નોકરીના છેલ્લા દિવસે સ્કૂલેથી ઘરે જવા માટે ખાસ રાજાશાહી અને યાદગાર વ્યવસ્થા કરી છે. તેમણે પોતાના માટે એક હેલિકૉપ્ટર બુક કરાવ્યું છે જેનું ભાડું છે ૩.૭૦ લાખ રૂપિયા. રમેશચંદ્રની ઇચ્છા છે કે તેઓ સ્કૂલના છેલ્લા દિવસે રિટાયર થઈને ઘરે આવે ત્યારે કોઈ સાદા વાહનમાં નહીં, પણ હેલિકૉપ્ટરમાં ઊડીને આવે. રાજસ્થાનમાં કોઈ સરકારી ‌શાળાનો શિક્ષક આ રીતે નિવૃત્તિની ઊજવણી કરે એવું પહેલી વાર બની રહ્યું છે.

આ પણ વાંચો : ભારત અને પાકિસ્તાનની બે કન્યાઓએ અમેરિકામાં કર્યાં લેસ્બિયન-લગ્ન

હેલિકૉપ્ટર બુક કરાવવાની સાથે રમેશચંદ્રએ જિલ્લા કલેક્ટરથી માંડીને એજ્યુકેશન વિભાગના જરૂરી લોકોની પરવાનગી લઈ લીધી છે. સ્કૂલથી ઘરની છેલ્લી યાત્રા તેઓ પત્નીની સાથે કરવાના છે કેમ કે તેમના પત્ની માટે હેલિકૉપ્ટરમાં બેસવાનો આ પહેલો અવસર હશે.

rajasthan offbeat news hatke news