પૂલ ટેબલ પર રમતાં-રમતાં બે હાથે ઊડતી કીડી ખાવા લાગ્યો આ માણસ

30 June, 2019 10:03 AM IST  |  ફિલિપીન્સ

પૂલ ટેબલ પર રમતાં-રમતાં બે હાથે ઊડતી કીડી ખાવા લાગ્યો આ માણસ

પૂલ ટેબલ પર રમતાં-રમતાં બે હાથે ઊડતી કીડી ખાવા લાગ્યો આ માણસ

ફિલિપીન્સમાં કીડી-મંકોડા, વાંદા, ગરોળી અને ઈવન અજગર જેવાં પ્રાણીઓને પણ માણસો ઓહિયાં કરી જાય છે. જોકે મોટા ભાગે આવાં જંતુ અને પ્રાણીઓને ખાતાં પહેલાં એને પકવવામાં આવે છે. જોકે તાજેતરમાં જનરલ સેન્ટોઝ શહેરમાં એક ઓપન બારમાં અતિવિચિત્ર ઘટના ઘટી. ૪૦ વર્ષનો રૅન્ડી ઍલિટા નામનો માણસ બિલિયર્ડ ટેબલ પર રમી રહ્યો હતો. રાતનો સમય થઈ ગયો હતો અને પૂલ ટેબલ પરના બલ્બ્સ પર ઊડતી કીડીઓનું ઝુંડ અચાનક આવી ચડ્યું. એ જોઈને અન્ય પ્લેયર્સ થોડા ડરીને પૂલ ટેબલથી દૂર હટી ગયા, પણ રૅન્ડીભાઈને જલસો પડી ગયો. તેમણે ગેમ રમતી વખતે હાથમાં પકડેલી સ્ટિકને બાજુએ મૂકીને બેઉ હાથે એ ઊડતી કીડીઓને પકડવાનું અને મોંમાં ઓરવાનું શરૂ કરી દીધું. જેટલી કીડીઓ ટેબલ પર પડતી એને વીણી-વીણીને તે કાચી જ ચાવી જતો હતો.

આ પણ વાંચો : આ ટ્‍વિન્સ છે, પણ બન્નેના પપ્પા અલગ છે

આ ઘટનાનો વિડિયો તેની સાથે રમતા બીજા પ્લેયરોએ લીધો હતો. આ ભાઈ કીડીઓ ખાતાં-ખાતાં એના સ્વાદનાં વખાણ કરી રહ્યાં હતાં. ખાસ્સા દસ-પંદર મુઠ્ઠા ભરીને કીડીઓ ખાઈ લીધા પછી ભાઈ ધરાઈ ગયા. તેમનું કહેવું હતું કે ‘આ કીડીઓને અહીં આવતી રોકી શકાય એમ નહોતી એટલે મેં એ ખાધી. એનો ટેસ્ટ દૂધ જેવો હતો.’

philippines offbeat news hatke news