3 વર્ષની છોકરીએ 10 કાર પર લિસોટા પાડતાં પપ્પાએ ભરવો પડ્યો 7 લાખનો દંડ

14 December, 2019 09:52 AM IST  | 

3 વર્ષની છોકરીએ 10 કાર પર લિસોટા પાડતાં પપ્પાએ ભરવો પડ્યો 7 લાખનો દંડ

આ લક્ઝરી કાર

થોડા સમય પહેલાં એક યુવકે પપ્પાએ નાછૂટકે કાર ખરીદવી પડે એ માટે શોરૂમમાં મૂકેલી લક્ઝરી કાર પર સ્ક્રૅચ પાડ્યા હતા. એવું કામ કરવા બદલ તેને પોલીસે સારોએવો સબક શીખવ્યો હતો. જોકે તાજેતરમાં ચીનમાં ત્રણ વર્ષની એક બાળકીએ કારના શોરૂમમાં નવીનક્કોર ૧૦ કાર પર પથ્થર વડે લિસોટા પાડી દેતાં તેના પપ્પા માટે મોટી મુસીબત ઊભી થઈ હતી. ગુઇલિન શહેરમાં આઉડી કારના ડીલરે બાળકીના પિતા પર કેસ કર્યો હતો અને વળતરપેટે આ ભાઈએ ૭,૦૮,૪૦૦ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

વાત જાણે એમ હતી કે ઝાઓ નામના આ ભાઈ તેમના મિત્ર સાથે કારના એક શોરૂમમાં ગયા હતા, જ્યાં તેમની સાથે તેમની પત્ની તેમ જ ત્રણ વર્ષની દીકરી પણ હતી. ઝાઓ તેના મિત્ર અને પત્ની સાથે શોરૂમના સ્ટાફની વાતો સાંભળી રહ્યા હતા એ વખતે તેમની દીકરી શોરૂમમાં આમતેમ ફરીને સમય પસાર કરી રહી હતી. તે એકલી રમતી હતી એટલે કોઈનું ધ્યાન તેની તરફ ગયું નહીં. જોકે થોડા સમય બાદ કંટાળેલી દીકરીએ પથ્થર ઉપાડીને શોરૂમમાં રાખવામાં આવેલી કાર પર લિસોટા પાડવાનું શરૂ કરી દીધું. આ કારમાં એક કરોડ રૂપિયાની આઉડી ક્યુ-એઇટ પણ સામેલ હતી. એ શોરૂમના ડીલરે ૧૦ કારની નુકસાની પેટે ૨૦,૧૧,૬૧૫ રૂપિયાના વળતરની માગણી કરી હતી. જોકે છેવટે ૭,૦૮,૪૦૦ રૂપિયામાં મામલાની પતાવટ થઈ હતી.

આ પણ વાંચો : ઑક્ટોપસનો શિકાર કરવા જતાં બાજ ખુદ ઝડપાઈ ગયું, ખેડૂતે તેને બચાવ્યું

હકીકતમાં લિસોટા પડેલી કારને ફરી પેઇન્ટ કરીને નવી કાર તરીકે ડીલર વેચી શકે એમ નહોતો. એમ કરવા જતાં જો કાર પેઇન્ટ કરાવી હોવાનું પુરવાર થાય તો ડીલરે કારની કિંમતની ત્રણગણી રકમ કાર ખરીદનારને ચૂકવવી પડે. આથી ડીલરે આ કારને ફરજિયાત બજારકિંમત કરતાં ઓછા ભાવે વેચવી પડે એમ હતી.

offbeat news hatke news china