276 કિલોની બ્લુફિન ટુના માછલી 13.24 કરોડમાં વેચાઈ

08 January, 2020 10:07 AM IST  |  Tokyo

276 કિલોની બ્લુફિન ટુના માછલી 13.24 કરોડમાં વેચાઈ

બ્લુફિન ટુના માછલી

વિનેગર મિશ્રિત ભાત સાથે ફળ, શાકભાજી અને સીફૂડ ભેગાં કરીને બનાવાતી સુશીની વાનગીઓ માટે જપાન મશહૂર છે. ટોક્યોમાં એવી વિખ્યાત સુશી રેસ્ટોરાં ધરાવતા કિયોશી કિમુરા સીફૂડમાં જાણીતી ટુના માછલીની વાનગી પીરસવા માટે પણ જાણીતા છે. ‘સુશીઝાનમાઇ’ ચેઇન ઑફ રેસ્ટોરાંનું સંચાલન કરતી કંપનીના માલિક કિયોશી કિમુરા ૧ જાન્યુઆરીની વહેલી પરોઢે ટોક્યોના મુખ્ય માછલી બજારમાં તાજી પકડાયેલી માછલીઓના લિલામમાં પહોંચ્યા હતા. એ હરાજીમાં તેમણે ૨૭૬ કિલો વજનની બ્લુફિન ટુના માછલી માટે અંદાજે ૧૩.૨૪ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. 

આ પણ વાંચો : શોકિંગ: ઑસ્ટ્રેલિયામાં 10,000 ઊંટને મારી નાખવામાં આવશે કેમ કે એ પાણી બહુ પીએ છે

નવા વર્ષમાં સૌપ્રથમ ટુના માછલીના ઑક્શનમાં અધધધ ભાવે માછલી ખરીદવા, એમાંથી અવનવી વાનગી બનાવવા અને પોતાની રેસ્ટોરાંમાં પીરસવા માટે કિયોશી કિમુરા ફેમસ છે અને એટલે ટોક્યોમાં તેમને ‘ટુના કિંગ’ના હુલામણા નામે ઓળખવામાં આવે છે.

tokyo offbeat news hatke news