કુદરતની કમાલ! ચીનમાં ચમત્કાર, એકસાથે 3 સૂરજ દેખાયા

08 January, 2020 10:51 AM IST  |  China

કુદરતની કમાલ! ચીનમાં ચમત્કાર, એકસાથે 3 સૂરજ દેખાયા

ચીનમાં ચમત્કાર

આખી દુનિયા જ્યારે નવા વર્ષની તૈયારીમાં લાગેલું હતું ત્યારે ચીનના લોકો કુદરતી ઘટનાના સાક્ષી બનીને સ્તબ્ધ થઈ ગયા હતા. ચીનના ઉત્તરપૂર્વમાં આવેલા જિલિન પ્રાંતના ફુયુ શહેરમાં ૨૦૧૯ની ૩૧ ડિસેમ્બરે એકસાથે ત્રણ સૂરજ દેખાયા હતા. એને જોઈએ લોકોએ કહ્યું કે આ કોઈ ચમત્કારથી કમ નથી, પરંતુ એક વૈજ્ઞાનિક ઘટના છે જે એક ખાસ પરિસ્થિતિમાં થાય છે. આવો જાણીએ ત્રણ સૂરજ દેખાવા પાછળનું શું કારણ છે?

૨૦૧૯ની ૩૧ ડિસેમ્બરે સવારે લોકો નવા વર્ષના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા હતા. સવારે કઈક વધુ જ રોશની દેખાવા લાગી હતી. જ્યારે લોકો ઘરમાંથી બહાર નીકળ્યા તો તેમને આકાશમાં ત્રણ-ત્રણ સૂરજ દેખાઈ રહ્યા હતા. ત્યાર બાદ રસ્તા પર લોકોની ભીડ જામી ગઈ. લોકો ઘરમાંથી બહાર નીકળીને એની તસવીરો લઈ રહ્યાં હતાં.

ચીનના ઉત્તરપૂર્વમાં આવેલા જિલિન પ્રાંતના ફુયુ શહેરમાં જે ત્રણ સૂરજ એકસાથે દેખાયા હતા એમાંથી બે અડધા દેખાતા હતા, જ્યારે વચ્ચે આખો સૂરજ હતો. વચ્ચેવાળા સૂરજની ચારેય બાજુ બાકી બે અડધા સૂરજના લીધે ઊલટું ઇન્દ્રધનુષ બનતું દેખાઈ રહ્યું હતું.

મુખ્ય સૂરજની સાથે દેખાઈ રહેલા બાકીના બે અડધા સૂર્ય અંદાજે ૨૦ મિનિટ સુધી આકાશમાં રહ્યા પછી ગાયબ થઈ ગયા. એની સાથે જ મુખ્ય સૂર્ય પર બનેલું ઊલટું ઇન્દ્રધનુષ પણ ગાયબ થઈ ગયું. વૈજ્ઞાનિક ભાષામાં એને સનડૉગ કહેવાય છે.

સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સનડૉગ બને છે, જ્યારે સૂરજ આકાશમાં ખૂબ નીચેની તરફ દેખાય છે. આ ઘટના જ્યારે આકાશમાં ખૂબ જ વાદળો હોય અથવા તો બરફના કણ તરી રહ્યા હોય ત્યારે બને છે. આ કણો સાથે જ્યારે સૂરજની રોશની ટકરાય છે તો તમને ત્રણ-ત્રણ સૂરજ દેખાય છે સાથોસાથ એની ઉપર ઊલટું ઇન્દ્રધનુષ બને છે.

china offbeat news hatke news