દંપતીએ અવનમાં પીત્ઝા બેક કરવા મૂકેલો, પણ સાથે સાપ પણ રંધાઈ ગયો

04 January, 2020 10:52 AM IST  |  North Carolina

દંપતીએ અવનમાં પીત્ઝા બેક કરવા મૂકેલો, પણ સાથે સાપ પણ રંધાઈ ગયો

બેક સાપ

નૉર્થ કૅરોલિનાના વેક ફૉરેસ્ટ ક્ષેત્રના દંપતી અંબર અને રૉબર્ટને થોડા દિવસ પહેલાં કિચનના અવનમાં પીત્ઝા બનાવતી વખતે આંચકાદાયક અને અરુચિકર અનુભવ થયો હતો.

અવનમાં બેકિંગ માટે પીત્ઝા મૂકીને બહારના ઓરડામાં અંબર અને રૉબર્ટ રાહ જોતાં હતાં, પરંતુ થોડા વખતમાં અવનમાંથી ધુમાડો નીકળતો જોઈને તેમને આશ્ચર્ય થયું હતું. અવન ખોલીને જોતાં અંદર સાપ જોયા પછી એ દંપતીની ભૂખ જ મરી ગઈ હતી અને તેમની પીત્ઝા ખાવાની ઇચ્છા હંમેશ માટે ખતમ થઈ ગઈ છે.

offbeat news hatke news