1 ટનના સોનાના રેકૉર્ડબ્રેક સિક્કાની સાથે ન્યુ યૉર્કના લોકોએ લીધી સેલ્ફી

19 July, 2019 09:16 AM IST  |  ન્યુ યૉર્ક

1 ટનના સોનાના રેકૉર્ડબ્રેક સિક્કાની સાથે ન્યુ યૉર્કના લોકોએ લીધી સેલ્ફી

1 ટનના સોનાના રેકૉર્ડબ્રેક સિક્કાની સાથે ન્યુ યૉર્કના લોકોએ લીધી સેલ્ફી

ઑસ્ટ્રેલિયન કંપની ધ પર્થ મિન્ટે ગોલ્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમોશન માટે એક ગતકડું કર્યું હતું. જોકે આ ગતકડું અબજો રૂપિયાનું હતું અને એના માટે દુનિયાભરના લોકોનું ધ્યાન ખરેખર ખેંચાયું પણ હતું. આ કંપનીએ બનાવેલા જાયન્ય સોનાના સિક્કાને ન્યુ યૉર્ક શહેરમાં એક દિવસ માટે પ્રદર્શનમાં મુકાયો હતો. આ સિક્કાનું વજન હતું લગભગ એક ટન અને એટલે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ સિક્કાની એક સાઇડ પર કાંગારૂ અને બીજી તરફ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની આકૃતિ કંડારેલી છે.

આ પણ વાંચો : આસામમાં ગુફામાં પાણી ભરાઈ જતાં વાઘ ભાગીને નજીકના ઘરના સોફા પર જઈ બેઠો

એક દિવસ માટે ખુલ્લા મુકાયેલા આ સિક્કાને જોવા અને સેલ્ફી પડાવવા માટે સ્થાનિકોમાં જબરું આકર્ષણ જાગ્યું હતું. ૯૯.૯ ટકા પ્યૉર ગોલ્ડનો આ સિક્કો ૮૦ સેન્ટિમીટર વ્યાસવાળો અને ૧૩ સેન્ટિમીટર જાડો છે. આ ભારેકમ સોનાના સિક્કાની ‌‌કિંમત પોણા ત્રણ અબજ રૂપિયા છે. 

new york offbeat news hatke news