નદીમાં લાકડાના થાંભલા પર કોણ સૌથી લાંબો સમય બેસી શકે છે?

12 August, 2019 10:27 AM IST  |  નેધરલૅન્ડ્સ

નદીમાં લાકડાના થાંભલા પર કોણ સૌથી લાંબો સમય બેસી શકે છે?

નદીમાં લાકડાના થાંભલા પર કોણ સૌથી લાંબો સમય બેસી શકે છે?

આ સાથેની તસવીરોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો લાઇનસર નદીમાં લાંબો લાકડાનો પોલ ભરાવીને એની પર બેઠેલા છે. આ એક સ્પોર્ટ છે. નેધરલૅન્ડ્સમાં આ સ્પોર્ટનું નામ છે પાલ્ઝીટન. આ રમતમાં કંઈ જ નથી કરવાનું, પણ માત્ર લાકડાના થાંભલા પર બેસી રહેવાનું છે. જે વ્યક્તિ સૌથી લાંબો સમય આ ખંભા પર બેસી શકે એ વિજેતા. સાંભળવામાં સરળ લાગે એવી આ રમત હકીકતમાં જીતવાનું બહુ અઘરું છે કેમ કે કંઈ જ કર્યા વિના થાંભલા પર બેસી રહેવું અને બીજા લોકો થાકીને પડી જાય અથવા તો ગેમ ક્વિટ કરે એની રાહ જોવાનું સહેલું નથી. ડચ પ્રાંત ફ્રીસલૅન્ડમાં આ રમતની ઇજાદ થયેલી. લોકોએ બોરડમ ભાંગવા માટે
આ રમતની શરૂઆત કરેલી. ૧૯૭૦ના દાયકા સુધી તો સ્પર્ધકોને ટૉઇલેક બ્રેક માટે પણ થાંભલા પરથી ઊતરવાની છૂટ નહોતી.

આ પણ વાંચો : પરીક્ષા આપવા જવા આનાકાની કરનાર વિદ્યાર્થીને પોલીસ સ્કૂલે મૂકવા ગઈ

સ્પર્ધકોની આસપાસ કેટલાક લોકો કપડું ગોઠવીને ઊભા રહે ત્યારે થાંભલા પર જ બાલદીમાં કુદરતી હાજત પતાવી દેવી પડતી હતી. જોકે હવે એ બ્રેક આપવામાં આવે છે. ૧૯૭૨માં થયેલી સ્પર્ધામાં એક વ્ય‌ક્તિ સતત ૯૨ કલાક થાંભલે બેસવાનો રેકૉર્ડ બનાવી ચૂક્યો છે જે હજી કોઈ થોડી શક્યું નથી.

netherlands offbeat news hatke news