આ બિલાડીની મૂછો છે અદ્દલ ચાર્લી ચૅપ્લિન જેવી

22 November, 2019 10:39 AM IST  | 

આ બિલાડીની મૂછો છે અદ્દલ ચાર્લી ચૅપ્લિન જેવી

બિલાડીની મૂછો છે ચાર્લી ચૅપ્લિન જેવી

ચહેરા પરના વાળ સાથે ચાર્લી ચૅપ્લિન જેવી મૂછો ધરાવતી બિલાડીએ આજકાલ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. અલાબામાના સેક્રેટરી સ્ટેસી મ્યુઝિકે તેના પાડોશીના બગીચામાંથી મળેલી બિલાડી પ્રખ્યાત કૉમેડિયન ઍક્ટર ચાર્લી ચૅપ્લિન જેવી મૂછ ધરાવતી હોવાથી એનું નામ ચાર્લી પાડવાનું ઠરાવ્યું. કૅટ જેમ-જેમ મોટી થતી ગઈ એમ એની મૂછોનો પણ વિકાસ થયો. ચાર્લીના અનેક ચાહકો તેને ફ્રેડી મર્ક્યુરી સાથે સરખાવવા માંડ્યા. 

આ પણ વાંચો : જપાનના આ શહેરની ગટરમાં સુંદર રંગબેરંગી માછલીઓ તરે છે

લોકોની ચાહના જોઈને મ્યુઝિકે તેનું ફેસબુક-અકાઉન્ટ ખોલ્યું. તેના ફોટોને પાંચ હજાર કરતાં વધુ લાઇક્સ મળે છે. ચાર્લીના તેના જીવનમાં પ્રવેશ વિશે મ્યુઝિક જણાવે છે કે ‘એ જ્યારે ત્રણ કે ચાર મહિનાની હતી ત્યારે એની મૂછો જોઈને મને પ્રખ્યાત કૉમેડિયન ઍક્ટર ચાર્લી ચૅપ્લિનની યાદ આવી અને મેં એનું નામ ચાર્લી રાખ્યું. વર્ષો વીતતાં ગયાં એમ તેનું નામ તેને વધુ સૂટ થતું ગયું.’ ચાર્લી તેના પરિવારને ખૂબ ચાહે છે. જો કોઈ તેમની સામે ગુસ્સો કરે તો તરત જ તે સામી થાય છે. જોકે રાતે ચાર્લી બધું છોડીને મારી બાજુમાં આવીને સૂઈ જાય છે.

offbeat news hatke news