મગરે હાથીને મારી નાખ્યો, બાદ મગર હાથીના શરીરથી કચડાઈને મરી ગયો

20 October, 2019 10:02 AM IST  |  ઝામ્બિયા

મગરે હાથીને મારી નાખ્યો, બાદ મગર હાથીના શરીરથી કચડાઈને મરી ગયો

મગર હાથીના શરીરથી કચડાઈને મરી ગયો

ઝામ્બિયાની લુઆંગ્વા નદી પાસે એક સફારી ગાઇડે અતિવિચિત્ર દૃશ્ય જોયું અને સફારીના અધિકારીઓને જાણ કરી. તેણે જે દૃશ્ય જોયું એની તસવીર પણ કુફાન્ટા સફારીના ફેસબુક પેજ પર મૂકવામાં આવી છે. એમાં એક હાથીનું શબ છે જેની નીચે મગર કચડાયેલો છે. સફારીના રખેવાળોનું માનવું છે કે હાથી પાણી પીવા ગયો ત્યારે મગરે તેની પર હુમલો કર્યો હોવો જોઈએ. મગરના હુમલાને કારણે હાથીની સૂંઢ અને મોંનો ભાગ ઇન્જર્ડ થયેલો હોય એવું પણ લાગતું હતું. હાથી મગરથી છૂટવા પાણીમાંથી બહાર આવી ગયો હશે પણ મગર એની પાછળ-પાછળ આવ્યો હતો. પાણીમાંથી નીકળીને થોડેક દૂર જતાં જ ઘાયલ હાથી ફસડાઈ પડ્યો હશે અને એ વખતે મગર એની નીચે દબાઈ ગયો અને સેંકડો કિલો વજનની વચ્ચેથી એ નીકળી ન શકતાં ત્યાં જ ગૂંગળાઈને મરી ગયો હશે.

આ પણ વાંચો : કૉફી પીધા પછી આ કપ પણ ખાઈ જવાનો રહેશે

આ તસવીરો પરથી પાર્કના અધિકારીઓએ બન્ને પ્રાણીના મોત કઈ રીતે થયાં હશે એનું ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું છે. આ બન્નેના શબ પર ગીધોએ ભેગા થઈને પાર્ટી મનાવી હોય એવું પણ જણાઈ આવતું હતું. 

offbeat news hatke news