900 લોકોએ સાથે લોકનૃત્ય કરીને 8 વર્ષ જૂનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો

28 August, 2019 09:17 AM IST  |  મેક્સિકો

900 લોકોએ સાથે લોકનૃત્ય કરીને 8 વર્ષ જૂનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો

900 લોકોએ સાથે લોકનૃત્ય કરીને 8 વર્ષ જૂનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો

શનિવારે સાંજે મેક્સિકોના જેલિસ્કોમાં લગભગ ૯૦૦ લોકોએ ટ્રેડિશનલ મ્યુઝિક મારિયાચી પર એકસાથે ડાન્સ કરવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. મેક્સિકોમાં જ ૨૦૧૧માં ૪૫૭ લોકોએ આ નૃત્ય કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો જે આઠ વર્ષ બાદ તૂટ્યો હતો. આ રેકૉર્ડ માટે ડાન્સરોએ લોકનૃત્ય માટેના ટ્રેડિશનલ કૉસ્ચ્યુમમાં પાંચ મિનિટ સુધી ઑથેન્ટિક લોકનૃત્યનાં સ્ટેપ્સ કરવાનાં હતાં. પુરુષોએ પારંપરિક સૂટ, પાંખવાળું ટૉપ અને ટાઇ પહેરી હતી, જ્યારે મહિલાઓએ પહોળા ઘેરવાળું ટૉપ અને ચમકીલાં ઘરેણાં પહેર્યાં હતાં. વાળમાં રંગબેરંગી રિબન પણ આ ટ્રેડિશનનો જ એક ભાગ ગણાય છે.

આ પણ વાંચો : બીચ પરથી 40 કિલો રેતી ચોરવા બદલ થશે 2.36 લાખ રૂપિયાનો દંડ

ડાન્સિંગ કૉસ્ચ્યુમ પહેરેલા ૮૮૨ લોકો એક બેલે સ્કૂલના હતા જેઓ મારિયાચી મ્યુઝિક પર ક્લાસિકલ લોકનૃત્યમાં માહેર હતા. તેમનો નાનકડો ડાન્સ-પર્ફોર્મન્સ, હાવભાવ અને એકમેક સાથેનો તાલમેલ અદ્ભુત હતા. જોકે કાર્યક્રમમાં બીજા પણ કેટલાક ડાન્સર્સ હતા જેમણે લોકનૃત્ય રજૂ કર્યું હતું અને જૂના રેકૉર્ડ કરતાં લગભગ બમણા માર્જિનથી નવો રેકૉર્ડ બન્યો હતો.

mexico offbeat news hatke news