આ છોકરીએ બનાવી છે 10 મીટર લાંબી ગિફ્ટ આઇટમ

17 October, 2019 10:53 AM IST  |  કર્ણાટક

આ છોકરીએ બનાવી છે 10 મીટર લાંબી ગિફ્ટ આઇટમ

આ છોકરીએ બનાવી છે 10 મીટર લાંબી ગિફ્ટ આઇટમ

કર્ણાટકના મૅન્ગલોરમાં અપેક્ષા કોટ્ટારી નામની યુવતીને અલગ-અલગ થીમ પર ગિફ્ટ આઇટમ બનાવવાનો શોખ છે. તે અત્યાર સુધીમાં હટકે કહેવાય એવી પાંત્રીસ ચીજો બનાવી ચૂકી છે અને હવે તેણે અતુલ્ય ભારત થીમ પર એક ગિફ્ટ આઇટમ તૈયાર કરી છે જેની લંબાઈ ૧૦ મીટર છે. આ ગિફ્ટ આઇટમ પર ભારતના તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, મહાન હસ્તીઓ અને સ્વતંત્રતા સેનાનીઓના નામ અને તસવીરોનું કોલાજ જેવું બનાવેલું છે.

આ પણ વાંચો : વિના ટિકિટે મહિલા પ્લેનમાં બેસી ગઈ, તેને ઉતારતાં સ્ટાફને 3 કલાક લાગ્યા

અપેક્ષાને ક્રાફ્ટ આઇટમ્સ બનાવવાનો શોખ હતો, પણ થોડાક સમયથી તેણે યુટ્યુબ પર જોઈને ગિફ્ટમાં આપી શકાય એવી ચીજો બનાવવી શરૂ કરી હતી. એમાંથી જ તેણે દસ મીટર લાંબી ‘અતુલ્ય ભારત’ થીમ પર ગિફ્ટ આઇટમ તૈયાર કરી છે જેને ઇન્ડિયા બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે.

karnataka offbeat news hatke news