જાતે બનાવેલી એન્જિન વિનાની કારની રેસમાં 60 ટીમોએ ભાગ લીધો

18 September, 2019 10:46 AM IST  |  યુરોપ

જાતે બનાવેલી એન્જિન વિનાની કારની રેસમાં 60 ટીમોએ ભાગ લીધો

સોપ બૉક્સ રેસ

યુરોપના લિથુઆનિયાના કાઉનસ શહેરમાં રવિવારે સોપ બૉક્સ રેસનું આયોજન થયું હતું. આ કૉમ્પિટિશન મૂળે લોકોની ક્રીએટિવિટીને જગાડવાની છે. એમાં સ્પર્ધકોએ પોતાની જાતે ઘરઘરાઉ ચીજોમાંથી કાર બનાવવાની હોય છે.

આ કારમાં કોઈ પ્રકારનું એન્જિન લગાવી શકાતું નથી. જસ્ટ ૪૦૦ મીટરના ટ્રૅક પર લોકોએ પોતાની જાતે બનાવેલી કાર લઈને દોડવાનું હતું. આમ તો યુરોપ અને બ્રિટનમાં અનેક જગ્યાએ આવી રેસ દર બે વર્ષે થાય છે, પરંતુ લિથુઆનિયામાં આવી રેસ ૧૧ વર્ષ પછી યોજાઈ હતી.

આ પણ વાંચો : જેલમાં ફ્રીમાં પ્રીમિયમ ટીવી ચૅનલ જોઈ શકાય એ માટે યુવકે ગુનો કર્યો

એમાં લગભગ ૬૦ ટીમોએ ભાગ લીધો હતો. અતરંગી કારોને દોડતી જોવા માટે લગભગ ૭૦૦૦ દર્શકો એકઠા થયા હતા.

europe offbeat news hatke news