પૂરગ્રસ્ત વિસ્તારોમાં વિદ્યાર્થીઓએ 270 પાવરબૅન્ક બનાવીને વહેંચી

19 August, 2019 10:27 AM IST  |  કેરળ

પૂરગ્રસ્ત વિસ્તારોમાં વિદ્યાર્થીઓએ 270 પાવરબૅન્ક બનાવીને વહેંચી

પૂરગ્રસ્ત વિસ્તારોમાં વિદ્યાર્થીઓએ 270 પાવરબૅન્ક બનાવીને વહેંચી

પૂરને કારણે ચોમેર તબાહીથી ઘેરાયેલા કેરળમાં હજીયે જનજીવન અસ્તવ્યસ્ત છે. છેલ્લા ૧૭ દિવસમાં મૃત્યુ આંક ૧૧૩ સુધી પહોંચી ગયો છે અને એક લાખથી વધુ લોકોએ ૮૦૫ રાહતશિબિરોમાં આશરો લીધો છે. વીજળી ન હોવાથી અનેક વિસ્તારોમાં લોકો મદદ માટે કમ્યુનિકેશન પણ કરી શકે એમ નહોતા. એટલે કોચીની રા‌જ‌ગિરિ સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ ઍન્ડ ટેક્નૉલૉજીના વિદ્યાર્થીઓએ જાતે પાવર-બૅન્ક બનાવીને ચાર્જિંગ કરી શકાય એવી બૅટરીઓ બનાવી છે.

આ પણ વાંચો : ગૂગલ પર ભિખારી શબ્દ ટાઇપ કરો તો ઇમરાન ખાનની તસવીરો આવે છે !

૨૪ કલાકમાં વિદ્યાર્થીઓએ જાતે ૨૭૦ પાવરબૅન્ક્સ બનાવીને જ્યાં ઘણા દિવસથી વીજળી નથી એવા વિસ્તારોમાં લોકોને આપી છે. મોબાઇલ સ્વિચ ઑફ થઈ જવાને કારણે તેમના વિખૂટા પડેલા સ્વજનો સાથે તેમનો સંપર્ક અટકી પડ્યો હતો.

kerala offbeat news hatke news