ક્રિસમસ મનાવીને બે વર્ષની આ છોકરી સૂઈ ગયેલી આઠ મહિનાથી જાગી જ નથી

25 August, 2019 09:10 AM IST  |  કઝાખસ્તાન

ક્રિસમસ મનાવીને બે વર્ષની આ છોકરી સૂઈ ગયેલી આઠ મહિનાથી જાગી જ નથી

ક્રિસમસ મનાવીને બે વર્ષની આ છોકરી સૂઈ ગયેલી આઠ મહિનાથી જાગી જ નથી

કઝાખસ્તાનના કારાગંડા શહેરમાં રહેતી શાયનર નામની મહિલાની બે વર્ષની દીકરી છેલ્લા આઠ મહિનાથી અત્યંત રહસ્યમય બીમારીથી પીડાઈ રહી છે. દીકરી અયાલિમ સવા વર્ષની થઈ ત્યાં સુધી તેનો શારીરિક અને માનસિક ગ્રોથ એકદમ બરાબર તેની ઉંમર પ્રમાણે થયો. ગયા વર્ષે ક્રિસમસની રજાઓ પણ તેણે ખૂબ મોજથી મનાવી. ૨૬મી ડિસેમ્બરે તે ખૂબ થાકીને સૂઈ ગઈ એ પછીથી તેની હાલત અચાનક જ બગડી. શરૂઆતમાં તો કંઈ ખબર જ ન પડી, પણ તે ઘણું સૂતાં પછી પણ જાગી શકતી જ નથી. અચાનક તે ક્યારેક આંખ ખોલે છે અને અર્ધતંદ્રાવસ્થામાં બબડે છે, પણ સંપૂર્ણપણે જાગી નથી શકતી. તેને ખવડાવવાનું, નવડાવવાનું કામ પણ તે ઊંઘમાં હોય ત્યારે જ કરવું પડે છે. બે, ચાર, આઠ દિવસ સુધી આવું રહે તો હજીયે સમજ્યા, પણ તેની આવી હાલતમાં કોઈ સુધારો જ નથી થતો. તે ઑલમોસ્ટ કોમા જેવી સ્થિતિમાં છે. તેના ગળામાં ટ્યુબ નાખીને ખાવાનું આપવું પડે છે. તે ક્યારેક આંખો ખોલે છે અને ખૂબ રડે છે, પણ તે એટલી ભાનમાં નથી હોતી કે તે કોઈ ચીજ પર ફોકસ કરી શકે. તેને ન ગમે એ રીતે અડો કે ઊંચકો તો મોં બગાડીને નારાજગી વ્યક્ત કરી શકે છે, પણ જાગ્રત અવસ્થામાં નથી આવતી. નવાઈની વાત એ છે કે તેનો શારીરિક ગ્રોથ હજીયે નૉર્મલ છે. આઠ મહિનાના આ ગાળામાં તેના મોંમાં દસ નવા દાંત ઊગ્યા છે. તેની મમ્મી શાયમર હિસ્ટરીની શિક્ષિકા છે અને દીકરીને સાજી કરવા માટે આકાશપાતાળ એક કરી રહી છે, પણ કઝાખસ્તાન અને રશિયાના ડૉક્ટરો આ કેસ માટે માથું ખંજવાળી રહ્યા છે. તેની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું અનુમાન છે કે કદાચ તે ગર્ભમાં હતી ત્યારે મગજના કોષોમાં વાઇરલ ઇન્ફેક્શન થયું હોય એવું બની શકે છે.

આ પણ વાંચો : પ્લેન દરિયામાં પડ્યું, પાઇલટે પાંખિયા પર ચડીને વિડિયો બનાવ્યો

ફિઝિકલી તે સ્વસ્થ છે પણ તેનું ચેતાતંત્ર નબળું પડી રહ્યું છે એને કારણે જો ઝડપથી તેની સારવાર નહીં થાય તો તેને સંપૂર્ણપણે સાજી કરવી મુશ્કેલ બની જશે.

kazakhstan offbeat news hatke news