પરીક્ષામાં વિદ્યાર્થીઓ ચોરી ન કરે એ માટે માથે બૉક્સ પહેરાવવામાં આવ્યાં

20 October, 2019 10:15 AM IST  |  કર્ણાટક

પરીક્ષામાં વિદ્યાર્થીઓ ચોરી ન કરે એ માટે માથે બૉક્સ પહેરાવવામાં આવ્યાં

વિદ્યાર્થીઓ

થોડાક સમય પહેલાં મેક્સિકોમાં એક ટીચરે ચોરી કરતા વિદ્યાર્થીઓને સીધાદોર કરવા માટે માથે કાર્ડબોર્ડનાં બૉક્સ પહેરાવ્યાં હતાં. કદાચ એમાંથી જ પ્રેરણા લઈને કર્ણાટકના હાવેરી જિલ્લાની ભગત પ્રી-યુનિવર્સિટી કૉલેજમાં વિદ્યાર્થીઓ ચોરી ન કરે એ માટે આવો જ જુગાડ વાપરવામાં આવ્યો હતો. બૉક્સમાં માત્ર આગળનો ભાગ કાપેલો છે જેથી સ્ટુડન્ટ્સ આજુબાજુમાં કંઈ જોઈ ન શકે. એક યુઝરે ફેસબુક પર આ તસવીરો શૅર કરી હતી જે કર્ણાટક સરકાર પાસે પહોંચી જતાં કૉલેજે આવું પગલું કેમ ભર્યું એનો લેખિત જવાબ માગવામાં આવ્યો છે.

karnataka offbeat news hatke news