19 વર્ષ પહેલાં દોરાયેલું આ કાર્ટૂનનું પેઇન્ટિંગ 177 કરોડમાં વેચાયું

09 October, 2019 09:57 AM IST  |  હૉન્ગ કૉન્ગ

19 વર્ષ પહેલાં દોરાયેલું આ કાર્ટૂનનું પેઇન્ટિંગ 177 કરોડમાં વેચાયું

મોંઘુ પેઇન્ટિંગ

હૉન્ગ કૉન્ગમાં બ્રિટિશ ઑક્શનર સોથબી દ્વારા યોજાયેલા ઑક્શનમાં તાજેતરમાં જપાનનું એક પેઇન્ટિંગ ૧૭૭ કરોડ રૂપિયામાં વેચાયું. ચિત્રનું શીર્ષક હતું નાઇફ બિહાઇન્ડ બૅક. સોમવારે જ્યારે મૉડર્નિસ્ટિક કન્વેન્શન સેન્ટરમાં એની લિલામી થઈ ત્યારે છ લોકોએ એને માટે બોલી લગાવી હતી અને માત્ર દસ જ મિનિટમાં એ વેચાઈ ગયું. સોથબી ઑક્શન હાઉસે નક્કી કરેલી રકમ કરતાં મળેલી રકમ પાંચ ગણી વધુ છે. જૅપનીઝ આર્ટિસ્ટ યોશિતામો નારાએ આ કાર્ટૂન ૨૦૦૦ની સાલમાં બનાવ્યું હતું.

આ પણ વાંચો : ડોરિયન તોફાન વખતે કાટમાળમાં ફસાઈ ગયેલો ડૉગી એક મહિને જીવતો મળ્યો

બીજી તરફ ચાઇનીઝ કલાકાર સાન્યુએ બનાવેલું ન્યુડ મહિલાનું પેઇન્ટિંગ ૧૭૮ કરોડ રૂપિયામાં વેચાયું હતું. એ માટે ચાર લોકોએ બોલી લગાવેલી. એની શરૂઆતની કિંમત ૧૩૪ કરોડની હતી. એક વીક ચાલેલા ઑક્શનમાં કુલ ૨૦ ચીજો વેચાવા મૂકી હતી હજી ઑક્શન ચાલુ છે અને આ કલાકૃતિઓના વેચાણમાંથી કુલ ૨૩ અબજ રૂપિયાની કલાકૃતિઓ વેચાય એવી સંભાવના છે.

hong kong offbeat news hatke news