જેમ્સ બૉન્ડની ઍસ્ટન માર્ટિન DB5 વેચાઈ 45 કરોડ રૂપિયામાં

20 August, 2019 10:45 AM IST  |  કૅલિફૉર્નિયા

જેમ્સ બૉન્ડની ઍસ્ટન માર્ટિન DB5 વેચાઈ 45 કરોડ રૂપિયામાં

જેમ્સ બૉન્ડની ઍસ્ટન માર્ટિન DB5 વેચાઈ 45 કરોડ રૂપિયામાં

૧૯૬૫માં બનેલી અને જેમ્સ બૉન્ડની ફિલ્મોના પ્રમોશન માટે વપરાયેલી ઍસ્ટન માર્ટિન ડીબી-૫ કાર તાજેતરમાં કૅલિફૉર્નિયામાં યોજાયેલા ઑક્શનમાં પાંચ સેકન્ડથીયે ઓછા સમયમાં વેચાઈ ગઈ હતી. ૬૩,૮૫,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૪૫ કરોડ રૂપિયામાં એ વેચાઈ હતી અને દુનિયાની સૌથી મોંઘી ડીબી-૫ કાર બની હતી.

જેમ્સ બૉન્ડની ફિલ્મ થન્ડરબૉલ માટે આ કારમાં ૧૩ મૉડિફિકેશન્સ કરવામાં આવ્યાં હતાં. એને ઑપરેટ કરવા માટે આર્મ રેસ્ટના સેન્ટરમાં એક બટન લગાવવામાં આવ્યું હતું. ફિલ્મની સફળતાને કારણે જ એને બૉન્ડ કાર તરીકેની પ્રખ્યાતિ મળી હતી. એટલે જ આ કારને એ પછીની કેટલીક જૅમ્સ બૉન્ડ ફિલ્મોના પ્રમોશન માટે વાપરવામાં આવી હતી. એમાં થયેલાં મૉડિફિકેશન્સ સ્પેશ્યલ ઇફેક્ટ્સના નિષ્ણાત જૉન સ્ટીઅર્સની સલાહ મુજબ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ગિફ્ટ અને મદદ મળે એ માટે આ કપલે બાળકના જન્મ અને મરણનું નાટક કર્યું

જેમ ફિલ્મમાં દેખાડાય છે એમ આ કારમાં ખરેખર નંબર પ્લેટ ઘૂમે છે, ઉપરની છત ખોલબંધ થઈ શકે એવી છે. પ્રત્યેક બંપર પર ૩૦ કૅલિબરની મશીનગન, બુલેટપ્રૂફ શીલ્ડ, ટ્રૅકિંગ ડિવાઇસ અને નેલ સ્પ્રેયરની સાથે ધુમાડો છોડી શકે એવા સ્મોકિંગ ગૅજેટ્સ પણ સેટ કરવામાં આવ્યાં હતાં. કૅલિફૉર્નિયામાં થયેલી બોલીમાં સાત પાર્ટીઓએ ભાગ લીધો હતો અને જેમ્સ બૉન્ડના ચાહકે એ ૪૫ કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી.

james bond offbeat news hatke news