બીચ પરથી 40 કિલો રેતી ચોરવા બદલ થશે 2.36 લાખ રૂપિયાનો દંડ

28 August, 2019 09:08 AM IST  |  ઈટાલી

બીચ પરથી 40 કિલો રેતી ચોરવા બદલ થશે 2.36 લાખ રૂપિયાનો દંડ

બીચ પરથી રેતી ચોરી કરશો તો થશે દંડ

દરિયાકિનારે રેતીમાં રમતાં-રમતાં જો થોડી રેતી ઘરે લઈ જવાનો વિચાર તમને પણ કદી આવ્યો હોય તો જરા થોભજો, એમાંય ઇટલીના બીચ પર હો તો ખાસ. તાજેતરમાં ઇટલીના સાર્ડિનિયા બીચ પરથી રેતી ચોરવા બદલ એક ફ્રેન્ચ કપલને ૬ વર્ષની જેલની સજા થશે. આ યુગલ વેકેશન માણવા બીચ પર આવ્યું હતું. અહીંની સફેદ સંગેમરમર જેવી રેતીને સંરક્ષિત ચીજોમાંની એક માનવામાં આવી છે. એને કારણે જો કોઈ સમુદ્રપટ પરથી રેતી સાથે લઈ જાય તો એ દંડનીય અપરાધ છે. આ યુગલ ફ્રાન્સના એક શહેરમાં બોટની રાહ જોતું ઊભું હતું ત્યારે રેગ્યુલર ચેકિંગ દરમ્યાન ખબર પડી હતી કે આ યુગલ પાસે ૪૦ કિલો રેતી છે. પોલીસને રેતી ભરેલી ૧૪ બૉટલ્સ મળી હતી. જોકે યુગલને પોતાને ખબર નહોતી કે તેમણે જે કર્યું છે એ દંડનીય છે. ૧૪ બૉટલ્સમાં ૪૦ કિલો રેતી હતી એટલે દંપતીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : 131 રૂપિયાની લૉટરીની ટિકિટમાં 31 કરોડ રૂપિયા જીત્યા

કોર્ટે આવા અપરાધ બદલ તેમને ૨,૩૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ગુના માટે એકથી છ વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. જોકે હાલમાં આ મામલો ઉપલી કોર્ટમાં ગયો છે. સાર્ડિનિયાના લોકો પણ આ બીચ પરથી રેતી અને પથ્થરોની ચોરી કરતા પર્યટકોથી નારાજ છે. તેમનું માનવું છે કે આ રીતે ખોબેખોબે થતી ચોરીથી પણ ઇકોલૉજીને બહુ મોટું નુકસાન થાય છે.

italy offbeat news hatke news