ઇન્ડોનેશિયામાં બસની ટિકિટ ખરીદવા પ્લાસ્ટિકની 3 બૉટલ આપો

11 August, 2019 11:11 AM IST  |  ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયામાં બસની ટિકિટ ખરીદવા પ્લાસ્ટિકની 3 બૉટલ આપો

ઇન્ડોનેશિયામાં બસની ટિકિટ ખરીદવા પ્લાસ્ટિકની 3 બૉટલ આપો

સમુદ્રને દૂષિત કરવાની બાબતમાં ચીન પછી ઇન્ડો‌નેશિયાનો નંબર આવે છે એને કારણે સ્થાનિક સરકારે આગામી છ વર્ષમાં ૭૦ ટકા પ્લાસ્ટિકનો કચરો ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે. પ્લાસ્ટિકના કચરાનું રિસાઇક્લિંગ થાય એ માટે જાતજાતની સ્કીમ્સ અહીં શરૂ થઈ છે અને એમાંની એક છે પ્લાસ્ટિકની બૉટલના બદલામાં બસની‌ ટિકિટ. સુરબાયા શહેરમાં એક બસની લાઇનમાં લોકો ડિસ્પોઝેબલ કપ લઈને લાઇનમાં ઊભા રહેલા જોવા મળે છે. કોઈ પણ અજનબી વ્યક્તિ આ નજારો જોઈને અચંબામાં પડી જાય એમ છે કેમકે અહીં ત્રણ બૉટલના બદલામાં બસની ટિકિટ મલે છે. ૨૦૨૫ સુધીમાં સમુદ્રમાં ફેંકાઈ રહેલા કચરામાં ૭૦ ટકાનો ઘટાડો થાય એ માટે અનેકવિધ સ્કીમ્સ બહાર પડી છે અને સાથે રીસાઇક્લિંગ બાબતે જાગૃતિ ફેલાવવાનું કામ પણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : કોઠા પર વેચાઈ ગયેલી બહેનને ભાઈએ ગ્રાહક બનીને છોડાવી

આ સ્કીમ બહુ ફેમસ થઈ રહી છે કેમ કે દર અઠવાડિયે લગભગ ૧૬,૦૦૦ યાત્રીઓ કરન્સીની જગ્યાએ બૉટલ આપીને ટિકિટ ખરીદી રહ્યા છે. મિનિમમ ટિકિટભાડા પેટે ત્રણ મોટી બૉટલ અથવા તો દસ પ્લાસ્ટિકના કપ આપવાના રહે છે. જોકે આ બૉટલ પણ સાફ અને તૂટેલીફૂટેલી ન હોવી જોઈએ. બસ-કન્ડક્ટરનું કહેવું છે કે હવે તો લોકો કચરો ફેંકી દેવાને બદલે ધોઈને સાફ કરીને જમા કરી રાખે છે.

indonesia offbeat news hatke news