આ ટ્‍‍વિન બાળકો છે, પણ જન્મ્યાં છે અલગ-અલગ દાયકામાં

08 January, 2020 09:52 AM IST  |  America

આ ટ્‍‍વિન બાળકો છે, પણ જન્મ્યાં છે અલગ-અલગ દાયકામાં

બૅબી

અમેરિકાના ઇન્ડિયાના સ્ટેટના કારમેલના દંપતી ડૉન ગિલિયમ અને જેસન ટેલોને ૨૦૧૯ની ૩૧ ડિસેમ્બરની રાતે જોડિયાં બાળકોની ભેટ મળી હતી, પરંતુ એ બે બાળકોના જન્મના સમયમાં અડધા કલાકના તફાવતને કારણે તેમની જન્મતારીખમાં એક દાયકાનો ફરક નોંધાયો છે.

સેન્ટ વિન્સેન્ટ કારમેલ ખાતે ૨૦૧૯ની ૩૧ ડિસેમ્બરની મધરાત પૂર્વે જેસને ૧૧.૩૭ વાગ્યે દીકરીને જન્મ આપ્યો અને બરાબર ૩૦ મિનિટ પછી એટલે કે ૨૦૨૦ની ૧ જાન્યુઆરીની પરોઢ પૂર્વે ૧૨.૦૭ વાગ્યે દીકરાને જન્મ આપ્યો.

સામાન્ય રીતે વર્ષાંતે અલગ-અલગ વર્ષમાં જન્મ્યાં હોય એવાં ટ્વિન્સના કિસ્સાઓ તો અનેક જગ્યાએ સાંભળવા મળે છે, પરંતુ ડૉન અને જેસનનાં આ દીકરા-દીકરીની જોડી તો બે અલગ-અલગ દાયકામાં જન્મી છે જેની નોંધ વિશ્વવિક્રમમાં પણ લેવાઈ છે.

united states of america offbeat news hatke news