40 વર્ષથી વાળ કાપ્યા કે ધોયા ન હોવાથી લોકોએ બનાવી દીધા જટાવાળા બાબા

19 July, 2019 08:59 AM IST  |  બિહાર

40 વર્ષથી વાળ કાપ્યા કે ધોયા ન હોવાથી લોકોએ બનાવી દીધા જટાવાળા બાબા

જટાવાળા બાબા

અજીબોગરીબ શોખ પાળવાની હિંમત બહુ જૂજ લોકો કરી શકે છે. બિહારના મુંગેર જિલ્લાના ૬૩ વર્ષના સકલ દેવ ટુડ્ડુ નામના ભાઈની વાત પણ આવા જ અતરંગી છે. તેમના માથાની લાંબી ગૂંચભરેલી જટા સ્થાનિકોમાં જબરો ચર્ચાનો વિષય છે. સકલદેવનો દાવો છે કે તેણે લગભગ ૪૦ વર્ષથી માથાના વાળ કપાવ્યા નથી કે ઇવન ધોયા પણ નથી. તેના માથે ગૂંચળું વળી ગયેલા વાળ જોઈને તેની વાત સાચી હોય એવું લાગે છે. જોકે આવું કરવાનું કારણ ભાઈસાહેબ અજીબ આપે છે. ટંગડા ગામના રહેવાસી સકલદેવનું કહેવું છે કે ‘૪૦ વર્ષ પહેલાં મને એક વાર સપનાંમાં ભગવાન દેખાયા હતા અને તેમણે આદેશ આપતાં કહ્યું હતું કે હવે કદી તારા વાળ કાપીશ કે ધોઈશ નહીં. બસ, મેં એ હુકમને ભગવાના આશીર્વાદ સમજીને માની લીધો અને વાળને સાચવીને રાખવા લાગ્યો. આ જ કારણોસર અત્યારે મારા વાળ લગભગ સાત ફુટ અને ત્રણ ઇંચ લાંબા છે.’

આ પણ વાંચો : પતિ ગર્લફ્રેન્ડ સાથે કારમાં કરી રહ્યો હતો મસ્તી, ત્યારે પત્ની સાથે પ્રેમિકાએ કર્યું આવું...

૩૧ વર્ષ સુધી વનવિભાગમાં કામ કરી ચૂકેલા સકલદેવનું કહેવું છે કે તેને બાળપણથી જ વાળ લાંબા રાખવાનો શોખ હતો, પણ ભગવાનના આદેશ પછી તો તરત જ તેમણે એ સ્વીકારી લીધો. હવે માથાની જટા એટલી લાંબી થઈ ગઈ છે કે લોકો પણ તેને જટાવાળા બાબા કહેવા લાગ્યા છે.

bihar offbeat news hatke news