ભારત અને પાકિસ્તાનની બે કન્યાઓએ અમેરિકામાં કર્યાં લેસ્બિયન-લગ્ન

01 September, 2019 10:14 AM IST  |  અમેરિકા

ભારત અને પાકિસ્તાનની બે કન્યાઓએ અમેરિકામાં કર્યાં લેસ્બિયન-લગ્ન

બે કન્યાઓએ અમેરિકામાં કર્યાં લેસ્બિયન-લગ્ન

અમેરિકાના કૅલિફૉર્નિયામાં બે કન્યાઓએ લગ્ન કર્યાં એની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. એમાંથી એક કન્યા મૂળ ભારતીય છે જ્યારે બીજી પાકિસ્તાનની. હવે લેસ્બિયન અને ગે લગ્નોની કોઈ નવાઈ નથી રહી, પરંતુ વિવિધ કલ્ચરના લોકો વચ્ચે જ્યારે આ પ્રકારનાં સંબંધો બંધાય છે ત્યારે સોશ્યલ મીડિયામાં એ ચર્ચાનો વિષય બને છે. ભારતની બિયાંકા માયલી અને પાકિસ્તાનની સાયમાએ લગ્ન કર્યાં ત્યારે બન્ને કન્યાઓ પોતપોતાના દેશની પરંપરા મુજબ તૈયાર થયેલી. સાયમાએ શેરવાની પહેરી હતી અને ગળામાં મુગલ સમ્રાટ જેવી મોતીની માળા અને લેટેસ્ટ ટ્રેન્ડના ગ્લૅડિએટર્સ ઠઠાવ્યાં હતાં.

આ પણ વાંચો : ચીનમાં લાઈફ પાર્ટનરની શોધ માટે ચાલે છે ખાસ લવ સ્પેશિયલ ટ્રેન

જ્યારે બિયાંકાએ સાડી પહેરી હતી અને મોટા ઇયરરિંગ્સ અને માંગટીકા સાથે તે એકદમ ઇન્ડિયન નવવધૂ જેવી દેખાતી હતી. સોશ્યલ મીડિયા પર આ અનોખા યુગલના લુક માટે અનેકોએ વખાણ કર્યા હતા.

offbeat news hatke news