જર્મનીમાં વર્ષે પ્લાસ્ટિકની બૉટલ્સનો વપરાશ ટાળીને બની ઇકોફ્રેન્ડલી રિસૉ

08 November, 2019 11:09 AM IST  | 

જર્મનીમાં વર્ષે પ્લાસ્ટિકની બૉટલ્સનો વપરાશ ટાળીને બની ઇકોફ્રેન્ડલી રિસૉ

ઇકોફ્રેન્ડલી રિસૉર્ટ

૩૦ વર્ષ પહેલાં એક જર્મન યુવક અરુબા નામના કૅરિબિયન ટાપુ પરના બુકુતી તારા લક્ઝરી રિસૉર્ટમાં ગયો અને તેને પ્લાસ્ટિકના કપમાં બિયર આપ્યો ત્યારે તે રોષે ભરાયો હતો. તેણે રિસૉર્ટના માલિકને સવાલ કર્યો કે તમે મને પ્લાસ્ટિકના કપમાં બિયર શા માટે આપ્યો. રિસૉર્ટના માલિક ઇવાલ્ડ બિમાન્સ પાસે એ સવાલનો જવાબ નહોતો, પરંતુ એ સમસ્યાનો ઉકેલ હતો. ઇવાલ્ડે શૅમ્પૂની અને પાણીની પ્લાસ્ટિક બૉટલ્સનો વપરાશ બંધ કર્યો હતો, એ રીતે બિયર તથા અન્ય ચીજો માટે પણ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવાનો નિર્ણય લીધો.

આ પણ વાંચો : સ્કૂલમાં પાળેલા પોપટે કેક અને બીજા નાસ્તા સાથે 70મો જન્મદિવસ ઊજવ્યો

ઇવાલ્ડે ૧૯૮૦થી પ્લાસ્ટિક મુક્તિ અભિયાન શરૂ કરીને તેના બીચ રિસૉર્ટને ઇકો-ફ્રેન્ડ્લી બનાવ્યો હતો. એ બુકુતી તારા રિસૉર્ટ દર વર્ષે પાંચેક લાખ પ્લાસ્ટિક બૉટલ્સનો વપરાશ ટાળવામાં સફળ થયો છે. ૩૫ વર્ષના પ્રયાસના અંતે ૨૦૧૮માં એ રિસૉર્ટને કૅરિબિયન પ્રાંતમાં પ્રદૂષણ મુક્ત એટલે કે કાર્બન ન્યુટ્રલ જાહેર કરવામાં આવ્યો. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવવા બદલ એ રિસૉર્ટે ગ્રીન ગ્લોબ અવૉર્ડ પણ પ્રાપ્ત કર્યો છે.

offbeat news hatke news