બ્રિટિશ યુગલે બે ખડક વચ્ચે ફસાયેલા જાયન્ટ કાચબાને બચાવ્યો

14 August, 2019 10:02 AM IST  |  ઓમાન

બ્રિટિશ યુગલે બે ખડક વચ્ચે ફસાયેલા જાયન્ટ કાચબાને બચાવ્યો

બ્રિટિશ યુગલે બે ખડક વચ્ચે ફસાયેલા જાયન્ટ કાચબાને બચાવ્યો

ઓમાનના બીચ પર શાર્લોટ યંગ નામની ૨૭ વર્ષની મરીન બાયોલૉજિસ્ટ તેના બૉયફ્રેન્ડ સાથે ફરી રહી હતી ત્યારે અચાનક તેને દરિયા પાસેના ખડકોની વચ્ચે એક જાયન્ટ કાચબો ફસાયેલો જોવા મળ્યો. બ્રિસ્ટોલમાં રહેતી શાર્લોટ રજાઓ માણવા માટે જ્યોર્જ ચિસ્લેટ નામના બૉયફ્રેન્ડ સાથે ફરી રહી હતી ત્યારે તેણે આ ટર્ટલને જોયો. કાચબો ખાસ્સો ૧૩૦ કિલો વજનનો અને પુખ્ત હતો. ખડકની વચ્ચે સાઇડમાં ફસાઈ ગયો હતો અને એને કાઢવા માટે ખાસ્સી જહેમત ઉઠાવવી પડે એમ હતી. બન્નેએ પહેલાં ખડક ખસેડવાની કોશિશ કરી, પણ એ તો સંભવ જ નહોતી. આખરે કાચબાને સંકોરીને બહાર કાઢવા એના સૉફ્ટ ભાગને પખડીને ખેંચવાની કોશિશ કરી, પણ એમાંય સફળતા ન મળી.

આ પણ વાંચો : અમેરિકામાં યોજાઈ બાળકો માટેની વુલ રેસ

જોકે એક જણે ખડકને સહેજ દૂર ખેંચવાની કોશિશ કરી અને બીજાએ કાચબાના કડક શેલને પકડીને બહાર ખેંચતાં કાચબાએ પણ બચવા માટે પોતાનું જોર લગાવ્યું અને બહાર નીકળતાં જ ચીસો પાડીને ત્યાંથી ભાગ્યો. લગભગ અડધો કલાક સુધી આ રેસ્ક્યુ ઑપરેશન ચાલ્યું હતું.

oman offbeat news hatke news