એમિરેટ્સની ફ્લાઇટ A380ની હીરાજડિત લાઉન્જ વાઇરલ

19 September, 2019 10:12 AM IST  | 

એમિરેટ્સની ફ્લાઇટ A380ની હીરાજડિત લાઉન્જ વાઇરલ

એમિરેટ્સની ફ્લાઇટ A380ની હીરાજડિત લાઉન્જ વાઇરલ

યાદ છે ગયા વર્ષે એમિરેટ્સના બોઇંગ ૭૭૭ વિમાનને બહારથી હીરાજડિત કરેલું હોય એવી તસવીરો વાઇરલ થયેલી. એવું જ ગતકડું ફરીથી એમિરેટ્સે કર્યું છે, પણ આ વખતે ફ્લાઇટની લાઉન્જને હીરાથી સજાવવામાં આવી છે. અહીં સીટો પર પણ હીરા જડવામાં આવ્યા હોય એવું તસવીરમાં જોઈ શકાય છે. હકીકત એ છે કે જોવામાં ભલે એ હીરાજડિત સજાવટ લાગે, પણ એ એક આર્ટવર્ક જ છે. સારા શકીલ નામની ક્રિસ્ટલ આર્ટિસ્ટે એ તૈયાર કર્યું છે જેને આવી કલાકારી માટે અનેક અવૉર્ડ્સ પણ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો : રશિયન કપલ બનાવે છે રિયલ માણસ જેવી દેખાતી ઢીંગલીઓ

સોશ્યલ મીડિયા પર અત્યારે આ હીરાજડિત ફ્લાઇટની તસવીરો જબરી વાઇરલ થઈ છે અને લોકો પૂછી રહ્યા છે કે આવી લક્ઝુરિયસ ફ્લાઇટ ક્યાં ઊપડવાની છે?

dubai emirates offbeat news hatke news