આ ભૂતિયા ઘરમાં રહેશો, તો ઈનામમાં મળશે આટલી કિંમત

27 October, 2019 09:25 AM IST  | 

આ ભૂતિયા ઘરમાં રહેશો, તો ઈનામમાં મળશે આટલી કિંમત

ભૂતિયા ઘર

પશ્ચિમના દેશોમાં હૅલોવીન ફેસ્ટિવલમાં લોકો ડરો, ડરાઓ, મૌજ મનાઓનો ફન્ડા બહુ એન્જૉય કરે છે. જોકે ટેનેસીના સમરટાઉનમાં આવેલું મૅકકૅમે મનોર નામનું એક ભૂતિયું ઘર છે. આ ડરની ચરમસીમાઓને પણ પાર કરી નાખે એટલું ડરામણું છે. આ હાઉસમાં અંદર જવું હોય તો પહેલાં તમારે ડૉક્ટરનું સર્ટિફિકેટ જોઈએ અને સાથે ૪૦ પાનાંનું લાંબું વેવર સાઇન કરવું પડે. તમારી ફિઝિકલ અને ખાસ તો મેન્ટલ ફિટનેસની તપાસ થાય. તમે કેવી દવાઓ લો છો, કેવી આદત ધરાવો છો અને તમારી માનસિક મજબૂતાઈ કેટલી છે એની અનેક ટેસ્ટ્સ લેવામાં આવે. તમારી પાસે મેડિકલ ઇન્શ્યૉરન્સ હોવો મસ્ટ છે અને એનો પુરાવો પણ તમારે જમા કરાવવો પડે. જ્યારે આટલીબધી શરતો અને તૈયારીઓ કરવાની વાત આવે ત્યારે જ સમજી જવું જોઈએ કે આ ભૂતિયું ઘર કઈ હદે ડરામણું હશે. હૉન્ટેડ હાઉસના ઓનર રશ મૅકકૅમેનું કહેવું છે કે જે કોઈ વ્યક્તિ આ ઘરમાં દસ કલાક ગાળી બતાવે તેને પોતાના તરફથી ૨૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૧૪.૧૬ લાખ રૂપિયા આપશે. એમ છતાં હજી સુધી કોઈ માઇનો લાલ આ ચૅલેન્જ પૂરી કરી શક્યો નથી.

આ પણ વાંચો : 12 છોકરીઓએ બનાવી અફઘાન હીરો ગર્લ ગેમ

નવાઈની વાત એ છે કે અંદર તેમની સાથે શું થવાનું છે એ પણ કશું સસ્પેન્સ નથી રાખવામાં આવતું. દરેક ગેસ્ટને અંદર જતાં પહેલાં એક વિડિયો જોવા આપવામાં આવે છે. એમાં આ ભૂતિયા ઘરમાં શું-શું છે અને તેમની સાથે શું થઈ શકે એમ છે એનો વિડિયો પહેલેથી જ બતાવવામાં આવે છે. આ હાઉસમાં ગેસ્ટ અંદર જાય એ પછી દરેક સ્પર્ધક સાથે જે કંઈ પણ થાય છે એ બધું જ વિડિયોમાં શૂટ થતું રહે છે. આ કોઈના એન્ટરટેઇન્મેન્ટ માટે નહીં, પરંતુ તેમને પ્રોટેક્ટ કરવા માટે હોય છે. ઘણા વર્ષોથી આ ઓપન ચૅલેન્જ મુકાયેલી છે જેને હજી કોઈ પૂરી નથી કરી શક્યું. રશ મૅકકૅમેનું કહેવું છે કે આ ભૂતિયા ઘરમાં તેમની સાથે હકીકતમાં કોઈ જ ટૉર્ચર નથી થતું, પરંતુ એ રીતે તેમની સામે દૃશ્યો આવતાં જાય છે કે તેમને લાગે છે કે તેઓ છળી મરે છે.

offbeat news hatke news