12 છોકરીઓએ બનાવી અફઘાન હીરો ગર્લ ગેમ

27 October, 2019 09:14 AM IST  |  અફઘાનિસ્તાન

12 છોકરીઓએ બનાવી અફઘાન હીરો ગર્લ ગેમ

અફઘાન હીરો ગર્લ ગેમ

મોટા ભાગે ફાઇટિંગ વિડિયો ગેમ્સમાં હીરો તો બૉય જ હોય. જોકે અફઘાનિસ્તાનમાં કોડિંગ શીખતી ૧૨ છોકરીઓના એક ગ્રુપે એક વિડિયો ગેમ બનાવી છે જેમાં ઍનિમેશન વિડિયોમાંથી પુરુષ કૅરેક્ટરોને કાઢી નાખ્યા છે. એની જગ્યાએ હીરો મહિલા કૅરેક્ટરને બનાવી છે. આ છોકરીઓનું કહેવું છે કે રોજ પોતાના વજૂદ માટે લડતી છોકરીઓ જ અસલી હીરો હોય છે.

બાર છોકરઓએ છ મહિનાની મહેનત પછી અફઘાન હીરો ગર્લ ગેમ બનાવી છે જેને દેશભરની ગર્લ્સે વધાવી લીધી છે. આવો હટકે વિચાર ફરેશ્તે ફોરોહો નામનાં કમ્પ્યુટર ટીચરનો છે. તેમણે જ કોડ ટુ ઇન્સ્પાયરની શરૂઆત કરી હતી. વિડિયો ગેમ્સ હોય કે ઍફ્સ, એમાં પુરુષ હીરો જોઈને હવે છોકરીઓ બોર થઈ ચૂકી છે એટલે તેમણે છોકરીઓને રિપ્લેસ કરવાનું વિચાર્યું હતું.  એમાંય અફઘાન જેવા દેશમાં તો સ્ત્રીઓ માટે બહુ મર્યાદિત એજ્યુકેશન અને જૉબની તકો હોય છે.

આ પણ વાંચો : વિશ્વની સૌપ્રથમ તરતી હોટેલને બાય-બાય કહી દેવામાં આવશે

ડગલે ને પગલે છોકરીઓએ ભેદભાવનો ભોગ બનવું પડે છે ત્યારે ટેક્નૉલૉજી દ્વારા જ સૌથી મોટો બદલાવ માનસિકતામાં લાવી શકાય એમ છે. આ છોકરીઓએ તૈયાર કરેલી ગેમ અને ઍપમાં એક રાજકુમારી રાક્ષસી તાકાતને ખંજરથી ખતમ કરતી-કરતી આગળ વધતી જાય છે. હા, આ ગેમની હીરો બહાદુર જરૂર છે, પરંતુ એ પારંપરિક લિબાસ અને સ્કાર્ફ પહેરેલી જ હોય છે.

afghanistan offbeat news hatke news