મુરતિયાએ ચાલુ લગ્નમાં જ પત્નીની સેક્સ-ટેપ પ્રોજેક્ટર પર બતાવી

01 January, 2020 11:04 AM IST  |  China

મુરતિયાએ ચાલુ લગ્નમાં જ પત્નીની સેક્સ-ટેપ પ્રોજેક્ટર પર બતાવી

પત્નીની સેક્સ-ટેપ પ્રોજેક્ટર પર

હિન્દી ફિલ્મ ‘અંદાઝ અપના અપના’માં યુવાન પ્રેમીઓનો સંબંધ તોડવા માટે એક યુવકના પિતાએ અને પછી એ પ્રેમી યુગલના મિત્રોએ કાવતરું ઉઘાડું પાડવા માટે સમારંભ વચ્ચે ફોટોગ્રાફ્સનો સ્લાઇડ શો બતાવવાના પ્રસંગો છે. ખરેખર અકલ્પનીય લાગે એવી આ સાચી ઘટના ચીનના ફુજિયાન પ્રાંતમાં બની હતી. લગ્ન સમારંભ વચ્ચે મોટા સ્ક્રીન પર વિડિયો-ઍપ વડે કન્યાના તેના બનેવી સાથેની અંતરંગ પળોનો પાંચ મિનિટનો વિડિયો ચાલુ કરી દેવામાં આવ્યો હતો.

સોશ્યલ મીડિયા પર પ્રસારિત ક્લિપ્સમાં નવપરિણીત યુગલ મંચ પર આવ્યા પછી એક ઍન્કર-પર્સન કહે છે, ‘હવે આપણે નવાં પરણેલાં યુવક-યુવતીના બાળપણથી તેમના ઉછેરની ગતિવિધિઓની ફિલ્મ જોઈએ.’ શરૂઆતમાં સર્વસામાન્ય વિગતો થોડા વખત સુધી દર્શાવવામાં આવ્યા પછી અચાનક નગ્નશરીરો અને રતિક્રીડાનાં દૃશ્યો સ્ક્રીન પર આવવા માંડ્યાં. એમાં સ્ત્રીદેહ પર નવોઢા યુવતીનો ચહેરો હતો. યુવકે જાહેરમાં કહ્યું ‘તને એમ લાગ્યું કે મને કાંઈ ખબર નથી, એમ!’

કહેવાની જરૂર નથી કે થોડા કલાકમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા.

china hatke news offbeat news