ગૂગલે 100થી વધુ વાહનોને ખોટો રસ્તો દેખાડીને ફસાવી દીધાં

30 June, 2019 11:42 AM IST  |  કોલોરાડો

ગૂગલે 100થી વધુ વાહનોને ખોટો રસ્તો દેખાડીને ફસાવી દીધાં

ગૂગલે 100થી વધુ વાહનોને ખોટો રસ્તો દેખાડીને ફસાવી દીધાં

જ્યારથી ગૂગલ-મૅપની મદદ મળવા લાગી છે ત્યારથી તમે અજાણ્યા શહેર અને દેશમાં પણ આરામથી ટ્રાવેલ કરી શકો એવી સ્થિતિ આવી છે. જોકે ગયા રવિવારે ગૂગલ-મૅપની સહાયથી કોલોરાડોના ડેનવર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ જઈ રહેલા ૧૦૦થી વધુ વાહનો બીજા જ રસ્તે અટવાઈ ગયાં હતાં.

આ પણ વાંચો : આ ભાઈએ જાણીજોઈને 1 વર્ષ સુધી એક્સ્પાયર્ડ ફૂડ ખાધું

વાત એમ હતી કે રસ્તામાં ક્યાંક ઍક્સિડન્ટ થયો હોવાથી રસ્તો ડાઇવર્ટ કર્યો હોવાના નોટિફિકેશન સાથે ગૂગલે ‌વૈકલ્પિક રસ્તો સૂચવ્યો હતો જેને ફૉલો કરતાં-કરતાં ૧૦૦થી વધુ વાહનો એક કાદવકીચડવાળા કાચા અને ડેડ-એન્ડ રોડ પર જઈને અટકી ગયાં હતાં. આને કારણે કેટલાક ટ્રાવેલર્સને ફ્લાઇટ પકડવામાં મુશ્કેલી થઈ હતી.

google offbeat news hatke news