કિચનમાં ટિંગાડેલા આ પેઇન્ટિંગની કિંમત 47 કરોડ રૂપિયા

26 September, 2019 09:35 AM IST  |  ફ્રાન્સ

કિચનમાં ટિંગાડેલા આ પેઇન્ટિંગની કિંમત 47 કરોડ રૂપિયા

કિચનમાં ટિંગાડેલા આ પેઇન્ટિંગની કિંમત 47 કરોડ રૂપિયા

એમ જ ઘરમાં ટાંગેલી વસ્તુ કરોડોની કિંમત ધરાવતી હોઈ શકે એવો કદાચ આપણને વિચાર પણ ન આવે. જોકે એક ફ્રેન્ચ મહિલા એ બાબતે નસીબદાર નીકળી છે. ફ્રાન્સના કૉમ્પેનિયન ટાઉનમાં રહેતી એક મહિલાના કિચનમાં એક પેઇન્ટિંગ લટકેલું હતું. અનેક વર્ષોથી આ ચિત્રને કોઈ ધાર્મિક પ્રતીક સમજીને કિચનમાં લટકાવવામાં આવેલું. ઘરનું રિનોવેશન કરવા માટે તેણે આ ચિત્રને કાઢી નાખવાનું વિચાર્યું અને એ વખતે તેને થયું કે પેઇન્ટિંગ છે  તો કોઈ એક્સપર્ટને બતાવેલું સારું. એક્સપર્ટે પણ ઘણી મહેનત કરીને કહ્યું કે આ તો રૅર પેઇન્ટિંગ છે. ઇટાલિયન પેઇન્ટર ચિમાબુએ જે ૧૩મી સદીમાં થઈ ગયા એનું પેઇન્ટિંગ છે.

આ પણ વાંચો : આ સ્કૂલમાં પટાવાળો ભણાવે છે સંસ્કૃત, સફાઈ બાદ લે છે ક્લાસ

ચિમાબુએ ૧૨૪૦ની સાલમાં ઇટલીમાં જન્મેલા. તેમના પેઇન્ટિંગ્સની ઘણી સિરીઝ ચિત્રકારોના ફેમસ કલેક્શન્સ અને મ્યુઝિયમ્સમાં જોવા મળે છે. હવે આ પેઇન્ટિંગનું આવતીકાલે ફ્રાન્સમાં જ ઑક્શન થવાનું છે અને નિષ્ણાતોએ એની બેઝ પ્રાઇસ  ૬ મિલ્યન યુરો એટલે કે લગભગ ૪૭ કરોડ રૂપિયા જેટલી આંકી છે. 

france offbeat news hatke news