700 વૉલન્ટિયર્સે 10,300 કિલો ફ્રૂટસૅલડ તૈયાર કરીને બનાવ્યો વર્લ્ડ રેકૉર

12 October, 2019 10:22 AM IST  |  ફ્રાન્સ

700 વૉલન્ટિયર્સે 10,300 કિલો ફ્રૂટસૅલડ તૈયાર કરીને બનાવ્યો વર્લ્ડ રેકૉર

10,300 કિલો ફ્રૂટસૅલડ તૈયાર કરીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

ફ્રાન્સના ચીકી ટાઉનમાં એક અત્યંત સાદું લાગતું કામ કરીને ૭૦૦ લોકોએ એક વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. જોકે એ સાદા લાગતા કામમાં તેમનું સખત હાર્ડવર્ક જરૂર સમાયેલું છે. ૭૦૦ વૉલન્ટિયર્સની ટીમે દસ કલાકની મહેનત કરીને ફળો કાપીને સૅલડ બનાવ્યું હતું. સફરજન, પેરુ, સ્ટ્રૉબેરી, કિવી, દ્રાક્ષ, તરબૂચ, પ્લમ, સંતરા, ગ્રેપફ્રુટ અને કેળાં જેવાં ફળોનું મિશ્રણ કરીને ૨૨,૭૦૭.૯ પાઉન્ડ્સ એટલે કે લગભગ ૧૦,૩૦૦ કિલોનું ફ્રૂટસૅલડ તૈયાર કર્યું હતું. આ ઘટનાએ ૨૦૧૮માં કૅનેડાના મૉન્ટ્રીઅલમાં ૧૦,૨૦૦ કિલોનું સૅલડ બનાવવાનો જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો.

france offbeat news hatke news