વીસ વર્ષનો યુવક 17 વર્ષથી મૅક્રોની અને ચીઝ ખાઈને જ જીવે છે

23 October, 2019 10:42 AM IST  |  ફ્લોરિડા

વીસ વર્ષનો યુવક 17 વર્ષથી મૅક્રોની અને ચીઝ ખાઈને જ જીવે છે

વીસ વર્ષનો યુવક 17 વર્ષથી મૅક્રોની અને ચીઝ ખાઈને જ જીવે છે

અમેરિકાના ફ્લોરિડાની કેસ્ટન હાઇટ્સમાં રહેતો ઑસ્ટિન ડેવિસ નામનો યુવક દાવો કરે છે કે તેણે સમજણો થયો ત્યારથી માત્ર અને માત્ર મૅક્રોની અને ચીઝ જ ખાધાં છે. દુનિયામાં કેટલાક લોકો અમુક જ ભાવતી ચીજ જ ખાતા હોય છે. તેઓ કાં તો કોઈ સમસ્યાને કારણે બીજી કોઈ ચીજ નથી ખાતાં કાં પછી મનમરજીને કારણે બીજું કંઈ જ નથી ખાતા. ઑસ્ટિન ડેવિસ પણ એમાંનો જ એક છે. બહુ નાનો હતો ત્યારથી મૅક્રોની અને ચીઝનું કૉમ્બિનેશન તેને એટલું કોઠે પડી ગયું છે કે હવે તે બીજી કોઈ વાનગી ખાય પણ ખરો તોય શરીર એને સ્વીકારતું નથી. ડૉક્ટરનું કહેવું છે કે હકીકતમાં તેના શરીરમાં કે પાચનવ્યવસ્થામાં કોઈ તકલીફ નથી, પરંતુ સાઇકોલૉજિકલ કારણોસર તેનું બૉડી અવળું રીઍક્ટ કરે છે. તેને પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડરની સમસ્યા પણ છે કેમ કે બહુ નાની ઉંમરે તેના પિતાએ તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો. એ પછી તેની ખાવાની આદતોમાં બહુ બદલાવ આવી ગયો છે.

આ પણ વાંચો : બે સાપની લડાઈમાં વચ્ચે આવી મધમાખી, હેરાન કરી દેતો વીડિયો વાયરલ

ઑસ્ટિનનું કહેવું છે કે હળવા પીળા રંગની ન હોય એવી કોઈ પણ ચીજ તે મોંમાં નાખી જ નથી શકતો. એવું નથી કે તે આ બે ચીજોનો આદી થઈ ગયો છે. ઇન ફૅક્ટ હવે તે પોતે પણ એકની એક ચીજ ખાઈને કંટાળ્યો છે અને છતાં તે ખાય તો બૉડી એને સહન નથી કરતું.

florida offbeat news hatke news