ફિનલૅન્ડના આ ભાઈને છે ખિસકોલીઓ સાથે જબરી ફ્રેન્ડશિપ

02 January, 2020 10:46 AM IST  |  Finland

ફિનલૅન્ડના આ ભાઈને છે ખિસકોલીઓ સાથે જબરી ફ્રેન્ડશિપ

આ માણસ સાથે ખિસકોલીની મિત્રતા

ખિસકોલીઓ અત્યંત ચંચળ અને ડરપોક પ્રાણી ગણાય છે. માણસ સાથે ખિસકોલીની મૈત્રીના કિસ્સા જવલ્લેજ મળશે. ફિનલૅન્ડના મધ્ય ભાગના ઓઉલુ પ્રાંતના ૪૫ વર્ષના જૉન મેસીની અનેક ખિસકોલીઓ સાથે દોસ્તી છે. ખિસકોલીઓ સાથે વાતો કરનાર તરીકે જૉન મેસીને ઘણી ખ્યાતિ મળી છે. ખિસકોલીઓ જૉનના ખભે બેસીને ખાતી હોય એવાં દૃશ્યો સ્થાનિક લોકો માટે નવાં નથી. એવાં દૃશ્યોના ફોટોગ્રાફ્સ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. જૉને એની દોસ્ત ખિસકોલીઓનાં નામ પાડ્યાં છે.

આ પણ વાંચો : દુનિયાની પહેલી સ્માર્ટ, ડ્રાઇવરલેસ અને હાઈ સ્પીડ ટ્રેન શરૂ થઈ ચીનમાં

પેકન પ્રિન્સેસ, હમ્પ્ટી અને એવાં જુદાં-જુદાં નામોથી એ ખિસકોલીઓ ઓળખાય છે. એક ખિસકોલીને અલ પકિનોની ફિલ્મના પાત્ર ટોની મોન્ટાનાનું નામ આપવામાં આવ્યું છે. મામા નામની એક ખિસકોલી તો જ્યારે જૉન મળે ત્યારે તેના શરીર પર દોડવા માંડે છે.

finland offbeat news hatke news