બાપ રે, દસ વર્ષથી ક્લિનિક ચલાવતા નકલી ડૉક્ટરે 70000 સર્જરી કરી નાખી!

02 October, 2019 09:09 AM IST  | 

બાપ રે, દસ વર્ષથી ક્લિનિક ચલાવતા નકલી ડૉક્ટરે 70000 સર્જરી કરી નાખી!

નકલી ડૉક્ટર

સહરાનપુરના દેવબંદમાં પોલીસે એક નકલી ડૉક્ટરની ધરપકડ કરી છે. આ નકલી ડૉક્ટરે છેલ્લાં દસ વર્ષથી ક્લિનિક ચલાવતો હતો. કહેવાય છે કે આ દરમ્યાન તેણે હજારો સર્જરી પણ કરી નાખી. આરોપી પાસે જે ડિગ્રીઓ મળી છે તે કર્ણાટક મેડિકલ કાઉન્સિલ દ્વારા પ્રમાણિત છે અને ડિગ્રી કોઈ રાજેશ શર્માના નામ પર છે.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રાજેશ શર્મા આજે પણ બૅન્ગલોરમાં પોતાની ક્લિનિક ચલાવે છે અને આરોપી ઓમપાલ શર્મા તેમની સાથે ક્લિનિકમાં કામ કરતો હતો. અહીં સ્વાસ્થ્ય વિભાગની પણ એક મોટી બેદરકારી સામે આવી છે, કારણ કે આ નકલી ડૉક્ટરે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આયુષ્માન યોજનામાં પણ રજિસ્ટ્રેશન કરાવેલું હતું. જો સ્વાસ્થ્ય વિભાગ યોગ્ય રીતે તેના દસ્તાવેજોની ચકાસણી કરત તો આ ડૉક્ટરની પોલ પહેલાં જ ખૂલી ગઈ હોત.

આ પણ વાંચો : બાળમંદિરનો આ ટીચર પોતે હજી સ્ટુડન્ટ જેવો જ દેખાય છે

એસપી ગ્રામીણ વિદ્યાસાગર મિશ્રાએ જણાવ્યું કે ખોટી રીતે નર્સિંગ હોમ ક્લિનિક ચલાવતા પકડાયેલા આરોપી ઓમપાલ શર્માએ જણાવ્યું કે તેણે અત્યાર સુધીમાં લગભગ ૭૦૦૦૦ જેટલા ઑપરેશન કર્યાં છે. આ ઉપરાંત ઓમપાલ શર્મા દ્વારા દેવબંદ અને નાગલમાં બે નર્સિંગ હોમ પણ ચલાવવામાં આવતાં હતાં. પોલીસનું કહેવું છે કે ઓમપાલ પર કેસ દાખલ કરીને કાર્યવાહી થઈ રહી છે. તપાસ બાદ જે પણ તથ્યો સામે આવશે તેના આધારે તેના પર એક્શન લેવાશે.

offbeat news hatke news