નદીમાં ડૂબતી વ્યક્તિને જોઈને હાથીનું બચ્ચું પાણીમાં ઊતરીને બચાવી લાવ્યુ

01 December, 2019 09:55 AM IST  | 

નદીમાં ડૂબતી વ્યક્તિને જોઈને હાથીનું બચ્ચું પાણીમાં ઊતરીને બચાવી લાવ્યુ

નદીમાં ડૂબતી વ્યક્તિને હાથીના બચ્ચાંએ ડૂબતા બચાવ્યું

સામાન્ય રીતે હાથીઓનો પિત્તો જાય તો કેવી ખૌફનાક સ્થિતિ સર્જાતી હોય છે એવા જ વિડિયો વધુ જોવા મળ છે, પરંતુ હાથી ખરેખર ખૂબ જ શાંત પ્રાણી છે અને માયાળુ પણ. તાજેતરમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તેની પરગજુવૃત્તિ જોઈને ગદગદ થઈ જવાય. StanceGrounded નામના ટ્વિ‍ટર યુઝરે આ વિડિયો શૅર કર્યો હતો. એમાં એક હાથીનું બચ્ચું અચાનક જ નદીમાં ઊતરી પડે છે. દૂર પાણીમાં કોઈ ડૂબતું હોય એવું લાગતાં તે નદીમાં ઊતર્યું હોય છે. હકીકતમાં પેલો માણસ પાણીમાં તરી રહ્યો છે, પણ મદનિયું એ સમજી શકતું નથી.

આ પણ વાંચો : 591 કિલો વજનવાળા આ માણસે 3 ઑપરેશન કરીને 300 કિલો વજન ઘટાડ્યું

હાથીને જોઈને તરવૈયો પણ તેનાથી દૂર કિનારા તરફ ભાગે છે, પરંતુ ત્યાં સુધીમાં તો મદનિયું તેના સુધી પહોંચી જાય છે અને પેલા માણસને ઊંચકીને ધરાર કિનારે મૂકી દે છે. જ્યારે તરવૈયાને ખબર પડે છે કે મદનિયું તેને બચાવવા તેને ઊંચકી રહ્યું છે ત્યારે તે પણ થૅન્ક્યુ કહેવા લાગે છે.

offbeat news hatke news