કૉફી પીધા પછી આ કપ પણ ખાઈ જવાનો રહેશે

20 October, 2019 09:52 AM IST  |  હૈદરાબાદ

કૉફી પીધા પછી આ કપ પણ ખાઈ જવાનો રહેશે

કૉફી પીધા પછી આ કપ પણ ખાઈ જવાનો રહેશે

પ્લાસ્ટિક અને થર્મોકોલને કારણે પર્યાવરણને બેહદ નુકસાન થઈ રહ્યું છે ત્યારે હૈદરાબાદની એક કંપનીએ એવા કપ બનાવ્યા છે જે કોઈ જ પ્રકારનું પ્રદૂષણ કરી શકે એમ નથી. એનું કારણ એ છે કે આ કપમાં ચા-કૉફી કે ઠંડાં પીણાં નાખીને પીધા પછી એ ખાઈ જઈ શકાય એમ છે. કપ અનાજમાંથી બન્યા છે અને એમાં પીણું ૪૦ મિનિટ સુધી રાખી શકાય છે. જો એથી વધુ સમય માટે પીણાં મૂકી રાખવામાં આવે તો અનાજમાંથી બનેલા કપનો ઘાટ બદલાઈને ઢીલોઢસ થઈ જાય છે. આ કપને જો તમે ખાઓ નહીં અને ફેંકી દો તોપણ એ માટીમાં સૌથી ઝડપથી ભળીને સેન્દ્રિય ખાતરમાં તબદિલ થઈ જાય છે. સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી હોવાની સાથે એ સેહત માટે પણ ફાયદાકારક છે.

hyderabad offbeat news hatke news